રાજકોટ,તા.૨૩
રાજકોટ એસઓજી પોલીસે મુન્નાભાઇ એમબીબીએસની ધરપકડ કરી છે. ૧૦ ધોરણ સુધી ભણેલો નકલી ડોક્ટર છેલ્લા એક વર્ષથી રાજકોટના આજીડેમ નજીક આવેલા શ્રીરામ પાર્કમાં સદભાવના નામની ક્લિનીક ચલાવતો હતો અને દર્દીઓને તપાસતો હતો. જેને રાજકોટ એસઓજી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. હાલ એસઓજીએ આ નકલી ડોક્ટર પાસેથી હોસ્પિટલ સાધનો, દવાઓ, ઇન્જેક્શન અને રોકડ રૂપિયા સહિત ૧૮ હજારથી વધુના મુદ્દામાલ સાથે કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના આજીડેમ વિસ્તારમાં આવેલા શ્રીરામ પાર્કમાંથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટરને એસઓજીએ બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. સંજય સોમપુરા નામનો ઈસમ છેલ્લા એક વર્ષથી આ વિસ્તારમાં સદભાવના નામનું ક્લિનીક ચલાવીને લોકોના આરોગ્ય સાથે ખુલ્લે આમ ચેડા કરતો હતો. મુન્નાભાઇ એમબીબીએસ ડો. ત્રિવેદી સાહેબના નામથી આ મેડિકલ ચલાવતો હોવાનું પોલીસની પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. હાલ એસઓજીએ આ નકલી ડોક્ટરની ધરપકડ કરી તેની પાસેથી હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતા સાધનો, એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન તેમજ રોકડ રૂપિયા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




