અનંતનાગ,તા.૨૩
ભારતીય સેનાએ અનંતનાગ જિલ્લાના સેતકીપોરાના બિજબિહાડામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ૬ આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં અમુક આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારપછી સેનાએ આ વિસ્તારને કોર્ડન કરીને એન્કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.
દક્ષિણી કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સેનાને ઘણાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ઠાર કરવામાં આવેલા આતંકી જૈશ-એ- મોહમ્મદના હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત તેમાં પત્રકાર બુખારીનો હત્યારો પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એન્કાઉન્ટમાં સેનાએ ૬ આતંકીઓને ઠાર કરી દીધા છે. આતંકીઓની લાશનો કબજા લઈ લેવામાં આવ્યો છે. જાકે સેના તરફથી ફાયરિંગ રોકી દેવામાં આવ્યું છે અને સર્ચ ઓપરેશન અત્યારે પણ ચાલું છે. ઘટના સ્થળેથી હથિયાર અને ગોળા બારુદ પણ મળી આવ્યા છે.
માર્યા ગયેલા આતંકીઓની ઓળખ આબિદ નઝીર ચોપન, બશરત નેનગ્રુ, મેહરાજુદ્દીન નજર અને મલિકજાદા ઈનામ ઉલ હક તરીકે થઈ હતી. તેમણે કહ્યુ કે આ આતંકીઓ હિજબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલા હતાં અને વિસ્તારમાં સુરક્ષા સંસ્થાનો પર થયેલા અનેક હુમલામાં તથા લોકો પર કરવામાં આવેલા અત્યાચારની ઘટનાઓમાં સામેલ હતાં.
૨૦ નવેમ્બરે શોપિયાના નદીગામ વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં હિજબુલ મુઝ્ઝાહિદ્દીનના ચાર આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન એલિટ પેરા યૂનિટના જવાન એચસી વિજય શહીદ થઈ ગયા હતા. બે અન્ય સિપાહી પણ ઘાયલ થયા છે. દક્ષિણ કાશ્મીરના અચબલમાં આતંકીઓએ આ દિવસે હુર્રિયત નેતા હફીજુલ્લા મીરને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ પહેલાં ૧૪ નવેમ્બરે પણએલઓસી ક્રોસ કરીને ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહેલા ત્રણ આતંકીઓને સેનાએ ઠાક કરી દીધા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






