પાક.માં ચીનના દૂતાવાસ નજીક બોમ્બ બ્લાસ્ટ : ત્રણ આતંકી ઠાર,બે પોલીસકર્મીના મોત

0
6

કરાચી,તા.૨૩
પાકિસ્તાનના કરાંચીમાં હાલ ચીની કાઉંસલેટની પાસે શુક્રવારે સવારે મોટો બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બોમ્બ વિસ્ફોટ સિવાય અહીં ફાયરિંગ પણ થઇ રહ્યુ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ વિસ્ફોટ ભારતીય સમયાનુસાર સવારે ૧૦ વાગે થયો હતો. વિસ્ફોટ પછી અહીં ફાયરિંગ પણ થઇ રહ્યુ છે. સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં પાકિસ્તાન પોલીસના બે સુરક્ષાકર્મીઓના મોત થયા છે, જ્યારે ૩ હુમલાવરોને પણ ઠાર મારવામાં આવ્યા છે. ઠાર થયેલા આતંકીની પાસે સુસાઇટ જેકેટ અને હથિયાર મળી આવ્યા છે.
જે ચીની કાઉંસલેટ પર હુમલો થયો છે તેનાથી ૧૫૦ મીટરના અંતરે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનું ઘર છે. આ વિસ્ફોટ ભારતીય સમયાનુસાર સવારે ૧૦ વાગે થયો હતો. વિસ્ફોટ પછી ત્યાં ફાયરિંગ થઇ રહ્યુ હતું. ફાયરિંગ બન્ને તરફથી થઇ રહ્યુ છે. આ ઘટનામાં અત્યાર સુધી ૩ લોકો ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે.
આ હુમલામાં ચીની કાઉંસલેટની અંદર હાલના તમામ અધિકારીઓ સુરક્ષિત છે, જ્યારે જે પોલીસવાળા ઘાયલ થયા છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ફાયરિંગ બન્ને તરફથી થઇ રહ્યુ છે. આ ઘટનામાં અત્યાર સુધી બે લોકો ગંભીરરૂપથી ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. આ વિસ્તારના રેડ જાન કહેવામાં આવે છે. અહીં ઘણા દેશોની ઓફિસો પણ આવેલી છે. ફાયરિંગ અને વિસ્ફોટ બાદ વિસ્તારને પોલીસે પુરી રીતે ઘેરી લીધો છે. સ્થાનિક મીડિયા અનુસાર, ૩થી ૪ સંખ્યામાં હુમલાવરોએ ચીની કાઉંસલેટમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે સુરક્ષાજવાનોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY