મીટુ અભિયાન હેઠળ આરોપી અને તેમના સમર્થક પુછી રહ્યા છે કે પિડિતા દ્વારા આટલા વિલંબ બાદ આક્ષેપ કેમ કર્યા છે.
પિડિતાના ઉદ્ધેશ્યની સામે જ પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે. આ બાબતને પણ ગંભીરતાથી સમજી લેવાની જરૂર દેખાઇ રહી છે. વાસ્તવિકતા છે કે પિડિતા કેટલીક બાબતોને ધ્યાનમાં લેતી હોય છે. વિષયની પ્રકૃતિ, મહિલાઓની સ્થતી, સામાજિક પરિવેશને ધ્યાનમાં લઇને વિલંબ થાય તે સ્વાભાવિક છે. જેથી આ કાનુનમાં જાગવાઇ કરવામાં આવી છે કે ફરિયાદ સમિતી વિલંબની દલીલોને ફગાવી દઇને ફરિયાદની ક્યારેય પણ નોંધ લઇ શકે છે.
આ કાયદાની વિશેષતા એ છે કે સમાધાનના વિસ્તૃત વિકલ્પ તેમાં રહેલા છે. જા પિડિતા લાઇફમાં આગળ વધી ચુકી છે અથવા તો સહમતિથી માફીના આધાર પર મામલાને ખતમ કરવા માટે ઇચ્છુક છે તો તેને આ પણ અધિકાર રહેલા છે. જા ફરિયાદ અપરાધિક હદ હેઠળ આવે છે તો પિડિતા કેસ દાખલ કરાવી શકે છે. પિડિતાને બંને પ્રકારના વિકલ્પ મળેલા છે.
નિયોક્તાની એવ જવાબદારી પણ બનેલી છે કે તે પિડિતાને દરેક પ્રકારની સહાયતા ઉપલબ્ધ કરાવશે. કેટલીક મહિલાઓએ પોતાની સાથે થયેલા ખરાબ વર્તનને જાહેર કરીને કહ્યુ છે કે આના કારણે તેમના મનમાં બોજ હવે હળવો થયો છે. તેઓ આગળ હવે કઇં પણ ઇચ્છતી નથી. કેટલીક મહિલાઓએ પોલીસમાં ફરિયાદ કરીને આરોપો કર્યા છે. કેટલીક મહિલાઓએ જાતિય સતામણીના આરોપો કરીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. આરોપીઓ દ્વારા પણ કેટલાક કેસમાં તો પિડિતાની સામે માનહાનીનો કેસ કરીને ધમકી પણઆપી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


