જોબ સ્થળે જાતિય સતામણી

0
44

સમગ્ર દુનિયામાં નોકરીના સ્થળ પર મહિલાઓ અને યુવતિઓની સાથે જાતિય સતામણી અને ચેડા એક કડવી વાસ્તવિકતા બની ચુકી છે.

તમામ ક્ષેત્રોમાં કામ કરનાર મહિલાઓ અને યુવતિઓ આ દિશામાં પોતાની રજૂઆત અને અનુભવને વારંવાર રજૂ કરે છે. આ પણ કડવી વાસ્તવિકતા છે કે જુદા જુદા ક્ષેત્રોમાં કામ કરનાર મહિલાને અસમાનતા, અત્યાચાર અને ખરાબ વર્તનન ત્રાસદીનો સામનો કરવો પડે છે. વિશાખા પ્રકરણમાં સુપ્રીમ કોર્ટે સુનાવણી ચલાવતી વેળા સુપ્રીમ કોર્ટે નોકરી કરતી મહિલાઓ અને યુવતિઓને જાતિય સતામણી અને અન્ય પ્રકારની તકલીફથી બચાવવા માટે વર્ષ ૧૯૯૭માં કેટલાક દિશા નિર્દેશ જારી કર્યા હતા. સાથે સાથે સરકારને આદેશ આપ્યો હતો કે આ વિષય પર એક સર્વગ્રાહી કાનુન બનાવી દેવામાં આવે તે જરૂરી છે.

વર્ષ ૨૦૧૩માં આ વિષય પર એક અધિનિયમ પાસ કરવામાં આવ્યુ હત. આ કાનુનમાં સંગઠિત અને બિન સંગઠિત ક્ષેત્રમાં કાર્યના સ્થળ પર હાજર રહેતી દરેક મહિલાઓઅને યુવતિઓ તેમજ ઘરમાં રહેતી મહિલાઓને જાતિય સતામણીના આરોપોને લઇને સંરક્ષણ પ્રદાન કરવા માટે રૂપરેખા જારી કરી હતી. આ પ્રકારની ફરિયાદોની નોંધ લેવા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના તથા બિન સંગઠિત ક્ષેત્રમાં જિલ્લા સ્તર પર સ્થાનિક ફરિયાદ સમિતિની રચનાને ફરજિયાત કરવામાં આવી હતી. ફરિયાદ કરનારને ત્રણ મહિનાની અંદર ફરિયાદ કરવાની જરૂર હોય છે. સમિતિને આ સમય મર્યાદામાં વધારો કરવા માટે અધિકાર પણ આપવામાં આવ્યા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY