ભારતમાં પૈસા મોકલતા NRIમાં કયા રાજ્યના લોકો આગળ
દુનિયાના મોટાભાગના દેશોમાં ભારતના લોકો જઈને વસ્યા છે.
કેટલીક જગ્યાએ તો ભારતીયોની ત્રીજી અને ચોથી પેઢી વસવાટ કરી રહી છે. જોકે ભારતીયો જે પણ દેશમાં રહેતા હોય પણ ત્યાંથી ભારતમાં નાણા મોકલવાનુ ચૂકતા નથી.
જેના પરિણામે ભારતને થતી વિદેશી હુંડિયામણની આવકમાં એનઆરઆઈ ભારતીયો દ્વારા મોકલવામાં આવતી રકમનો હિસ્સો ઘણો મોટો છે અને આ આંકડો જાણીને તમે પણ ચોંકી જશો.
વિશ્વબેંકના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં એનઆરઆઈ દ્વારા 2017માં 69 અબજ ડોલર ભારતમાં મોકલવામાં આવ્યો હતો.જે તેના આગલા વર્ષની સરખામણીમાં 9.5 ટકા કરતા વધારે હતા.
જો 1991થી અત્યાર સુધીની સરખામણી કરવામાં આવે તો એનઆરઆઈ દ્વારા ભારતમાં મોકલવામાં આવતી રકમમાં 22 ગણો વધારો થયો છે.1991માં વિદેશમાંથી ભારતીયોએ 3 અબજ ડોલર સ્વદેશ મોકલ્યા હતા.
ભારતમાં પણ કેરાલાના લોકો ભારતમાં રકમ મોકલવામાં સૌથી આગળ છે.ભારતમાં જે પણ વિદેશી હુંડિયામણ આવે છે તેમાં 40 ટકા હિસ્સો કેરાલાના પ્રવાસી ભારતીયોનો છે.એ પછી 12.7 ટકા હિસ્સા સાથે પંજાબ બીજા ક્રમે અને 12.4 ટકા સાથે તામિલનાડુ ત્રીજા તથા 7.7 ટકા સાથે આંધ્રપ્રદેશ ચોથા ક્રમે છે.
નવાઈની વાત એ છે કે ગુજરાતીઓ વિદેશથી પૈસા પાછા મોકલનારા રાજ્યોમાં ટોપ પાંચમાં નથી.હાલમાં ત્રણ કરોડ કરતા વધારે ભારતીયો વિદેશમાં વસે છે. જેમાં સૌથી વધારે ભારતીયો અમેરિકામાં અને બાદમાં સાઉદી અરબ, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં રહે છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"