મોનસૂન બ્રેક પર ત્રણ સપ્તાહમાં સામાન્યથી ૯ ટકા ઓછો વરસાદ

0
143

દક્ષિણ-પશ્ચિમ મોનસૂન આગાહી મુજબ આગાળ ન વધતા ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સિઝનના પ્રતમ ત્રણ સપ્તાહમાં સરેરાશ કરતા ૯ ટકા ઓછો વરસાદ રહ્યો છે. જેથી સરકારની સાથે સાથે કૃષિ સમુદાય, કોર્પોરેટ જગત અને શેરબજારમાં પણ નિરાશા છે. સારા મોનસુનની કરવામાં આવેલી આગાહી હજુ સુધી ખોટી પુરવાર થઇ રહી છે. સારા વરસાદની આગાહી અને પૂર્ણ ગતિ સાથે કેરળથી આગળ વધ્યા બાદ મોનસુન મધ્ય ભારત સુધી આવતા આવતા એકાએક બ્રેકની સ્થિતીમાં જતા રહેતા હવે ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. ૧૩મી જુન બાદથી મોનસુન આગળ વધ્યુ નથી. અથવા તો એમ કહી શકાય છે કે મોનસુન બ્રેક પર છે. છેલ્લા આઠ વર્ષમાં પ્રથમ વખત આવુ બન્યુ છે જ્યારે મોનસુન ખુબ વધારે દિવસ સુધી કોઇ એક જગ્યાએ રોકાઇ ગયુ છે. અલબત્ત હવામાન વિભાગે કહ્યુ છે કે આ કોઇ અનોખી સ્થિતી નથી. આવી સ્થિતી પહેલા પણ સર્જાઇચુકી છે. જુન ૨૦૧૪માં પણ મોનસુન ૧૦ દિવસ સુધી એક જગ્યાએ રોકાઇ જતા આવી જ સ્થિતી સર્જાઇ હતી. વર્ષ ૨૦૧૦માં પણ આવી સ્થિતી સર્જાઇ હતી. એ વખતે મોનસુન ૧૩ દિવસ રોકાયા બાદ અટકી ગયુ હતુ. બીજી બાજુ આંકડા પણ ચિંતા સર્જી રહ્યા છે. મોનસુનના પ્રથમ ત્રણ સપ્તાહના ગાળામાં દેશમાં દક્ષિણપશ્ચિમ મોનસુનથી વરસાદ સામાન્ય કરતા નવ ટકા ઓછો રહ્યો છે. મુંબઇ અને કર્ણાટકમાં મોનસુન પહોંચ્યા બાદ મોનસુનની સ્થિતી નબળી પડી ગઇ છે. છેલ્લા એક સપ્તાહથી ફરી એકવાર લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. દેશમાં સામાન્ય કરતા આશરે ૩૯ ટકા વધારે વરસાદ થયો છે. મધ્ય ભારતમાં હજુ સુધી મોનસુન પહોંચે તે જરૂરી હતુ. પરંતુ હજુ સુધી મોનસુને એન્ટ્રી પણ કરી નથી. આ સમગ્ર વિસ્તારમાં ૭૦ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે રવિવારથી મોનસુનની ગતિ તીવ્ર બની શકે છે. એક અધિકારીના કહેવા મુજબ ૧૩મી જુનના દિવસ બાદ દક્ષિણ પશ્ચિમ મોનસુન અટકી ગયુ છે. જા કે રવિવારના દિવસથી તેમાં તેજી આવી શકે છે. છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ પશ્ચિમ મોનસુન મધ્ય ભારતમાં અટકી ગયુ છે. પરંતુ હવે સ્થિતી તેના આગળ વધવામાં મદદરૂપ બની શકે છે.ટુંક સમયમાં જ તેના આસામના બાકી હિસ્સા, મહારાષ્ટ્ર, છત્તિસગઢ, ઓરિસ્સામાં પહોંચી જવાની શક્યતા છે. આવનાર દિવસોમાં મોનસૂનની સ્થિતિ સારી રહી શકે છે. જુન-સપ્ટેમ્બર સિઝનમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. જાકે વૈશ્વિક આગાહીને લઈને હજુ પણ ચિંતા પ્રવર્તી રહી છે. જેમાં જણાવાયું છે કે જુલાઈ મહિનામાં ઓછો વરસાદ રહેશે. ઓસ્ટ્રેલિયન હવામાન કચેરીએ કહ્યું છે કે સપ્ટેમ્બર સુધી અલનીનોની શક્યતા ૫૦ ટકાની આસપાસ રહેલી છે. ૧૪-૨૦મી જૂન દરમિયાન ગાળો ખૂબ ખરાબ રહ્યો છે. ઉત્તર-પૂર્વ ભારતમાં આ ગાળા દરમિયાન વાસ્તવિક વરસાદનો આંકડો ૭૧.૬ એમએમ રહે છે. જ્યારે નોર્મલ ૮૯.૨ એમએમ રહે છે. એક જૂન બાદથી ઉત્તર-પૂર્વ ભારતમાં વાસ્તવિક મીમી વરસાદ ૧૭૧.૯ હોય છે. જ્યારે નોર્મલ મીમી વરસાદ ૨૪૨.૪ રહે છે. વાસ્તવિક આંકડો -૨૯ રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી દેશભરમાં ગરમીનું મોજુ ફરી વળ્યું છે. દેશમાં સામાન્ય કરતા ૩૯ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. (સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY