મુંબઈ,તા.૧૪
કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર(CRCE)-અમદાવાદની મહત્વની ફરિયાદોને તાજેતરમાં એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડડ્ર્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા(છજીઝ્રૈં)એ સમર્થન આપ્યું છે. CRCEએ શેમ્પુ અને હેરહોઈલની જાહેરાતોમાં અભિનેત્રીઓ દ્વારા કરાવવામાં આવતા અયોગ્યને અતિશક્તિયોક્તાભર્યા દાવાઓ સામે ફરિયાદો મોકલી હતી, જેમાં ડાબર વાટિકા શેમ્પૂની જાહેરખબરમાં કરિના કપૂર-ખાન, લોરિયલ પેરિસ ઓક્સ્ટ્રાઓર્ડિનરી ક્લે શેમ્પૂની જાહેરખબરમાં દીપિકા પદુકોણ અને નિહાર શાંતિબદામ આમ્લા હેરઓઈલની જાહેરખબરમાં વિદ્યાબાલનને કામ કર્યું છે.આ જાહેરાતો કરનારી કંપનીઓ એવા પુરાવા આપવામાં નિષ્ફળ નીવડી હતી કે જે-તે સેલિબ્રિટી તરફથી જાહેરાતમાં જે દાવા કરવામાં આવ્યા છે એ દાવા સાચા હોવાની સેલિબ્રિટીએ પૂરી ખાતરી કરીને સહમતિ આપી હતી.
ડાબર શેમ્પુની જાહેરાતમાં સત-પોષણના તત્વોનો ઉપયોગ કર્યા હોવાનો દાવો છે, જેના એર્ડવર્ટાઈઝર્સ પૂરાવા નથી આપી શક્્યા. એ જ રીતે લોરિયલની જાહેરખબરમાં શેમ્પુના વપરાશથી વાળ સળંગ ૭૨ કલાક તરોતાજા રહે છે એવો પાયાવિહોણો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે શાંતિવાટિકાની જાહેરાતમાં એ તેલમાં બદામના ગુણ હોવાથી વાળ શ્યામ અને લિસ્સા બનશે એવો દાવો કરવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





