મનોહર પરિકરની તબીયત નાજુક, એર એમ્બ્યુલન્સથી ગોવા લઇ જવામાં આવ્યા

0
8

પણજી,તા.૧૪
લાંબા સમયથી બીમાર ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરને દિલ્હીથી ગોવા લઇ જવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર કહેવાય છે. પરિકર ઘણા સમયથી દિલ્હીની AIIMS મા સારવાર લઇ રહ્યા હતા. કહેવાય છે કે, આજે સવારે તેમની તબિયત બગડી ગઈ હતી અને ત્યાર બાદ તુરંત તેમને ICUમા શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ પરિકરને એર એમ્બ્યુલન્સ મારફતે ગોવા લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ નાજુક કહેવાય રહી છે.
મનોહર પરિકર લગભગ એક મહિનાથી દિલ્હીના AIIMSમા ભરતી હતા. અમેરિકામાં ઇલાજ બાદ તેઓ ૧૫ સપ્ટેમ્બરના રોજ પરત ફર્યા હતા. તેમની ગેરહાજરીમાં ગોવામાં રાજકારણ પણ ગરમાયું હતું. શુક્રવારના રોજ પરિકરેAIIMSમા પોતાના કેબિનેટ સહયોગીઓ સાથે મંત્રાલયની વહેંચણી અને સરકારના કામકાજને લઈને મીટિંગ પણ કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY