અદિસ અબાબા,તા.૧૫
ઈથોપિયન પ્લેન ક્રેશના તપાસ અધિકારીઓએ દાવો કર્યો છે કે, દુર્ઘટના બાદ વિમાનમાંથી સ્ટેબિલાઇઝરનાં જે ટુકડાઓ મળ્યા છે, તે ગત વર્ષે ઈન્ડોનેશિયામાં થયેલા પ્લેન ક્રેશની જેમ જ સંદિગ્ધ સ્થિતીમાં મળી આવ્યા છે. ઈથોપિયન એરલાઈન્સનું બોઈંગ ૭૩૭ મેક્સ-૮ રવિવારે સવારે ઉડાન ભર્યા બાદ ૮૬૦૦ ફુટની ઊંચાઈએથી અચાનક ૪૪૧ કિમી પ્રતિકલાકની ગતિએથી નીચે આવીને ક્રેશ થયુ હતુ. જેમાં ૪ ભારતીય સહિત ૧૫૭ લોકોનાં મોત થયા છે.
ગત વર્ષે ઓક્ટોબરમાં ઈન્ડોનેશિયાની કંપની લોયન એરનું બોઈંગ-૭૩૭ મેક્સ નવુ વિમાન જકાર્તામાં ક્રેશ થયું હતુ. જેમાં ૧૮૯ લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે બ્લેકબોક્સની તપાસમાં સામે આવ્યું હતુ કે, લોયન એરનું વિમાન ઊંચાઈ પર પહોંચ્યા બાદ અચાનક નીચે જઈને ક્રેશ થયું હતુ. ત્યારબાદ ઘણા નિષ્ણાતોએ બોઈંગના નવા મોડેલની ટેકનીકલ ખામીને કારણે દુર્ઘટના સર્જાઈ હોવાનું જણાવ્યુ હતુ. જા કે, ઈથોપિયામાં સર્જાયેલી દુર્ઘટના બાદ ભારત, અમેરિકા, જર્મની સહિતનાં તમામ દેશોએ મેક્સ ૮ની ઉડાન પર રોક લગાવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







