આસામ : ગૌમાંસ વેચવાની શંકાથી ટોળાએ મુસ્લિમ વૃદ્ધને ઢોર માર માર્યો

0
9

વિશ્વનાથ,તા.૯
આસામના વિશ્વનાથ જિલ્લામાં કથિત રીતે ગૌમાંસના વેચાણ બાબતે ટોળા દ્વારા એક મુસ્લિમ વૃદ્ધની મારપીટ કરવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ રીતે પીડિત શખ્સ ઘૂંટણ પર બેસીને છોડી દેવાની વિનંતી કરતો નજરે પડે છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પાંચ વ્યકિતની ધરપકડ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ૬૮ વર્ષીય શૌકત અલી સાથે રોડ પર મારપીટ કરાઇ હતી અને સ્થાનિક લોકોએ તેને રોડ પર જ ભૂંડનું માંસ પણ ખવડાવ્યું હતું. હાલ સરકારી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ આ મામલે બે અલગ-અલગ એફઆઇઆર દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે અને વીડિયોમાં દેખાઇ રહેલા લોકોની શોધખોળ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક લોકોએ પીડિતને પૂછી રહ્યા હતા કે શું તેની પાસે ગૌમાંસ વેચવાનું લાઇસન્સ છે? ટોળામાંથી એક વ્યકિતએ તેને પૂછ્યુ હતું કે, તું બાંગ્લાદેશી છે? તારું નામ એનઆરસીમાં છે? જા કે પોલીસે આને એક સાંપ્રદાયિક ઘટના માનવાથી ઇન્કાર કરી દીધો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY