હાવરા,તા.૧૯
કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથસિંહે હાવરા જિલ્લામાં એક રેલીને સંબોધતા મમતા બેનરજી અને રાહુલ ગાંધી પર હુમલો કર્યો હતો. ગરીબી હઠાવવા માટે કાંગ્રેસના જૂઠાં વચનની હાંસી ઉડાવી હતી. કાંગ્રેસમુક્ત દેશ બનશે એટલે દેશની ગરીબી આપોઆપ નાબૂદ થઈ જશે. જવાહરલાલ નહેરુના સમયથી દેશમાંથી ગરીબી નાબૂદ કરવાના વચન કાંગ્રેસ આપતી રહી છે. હવે પાંચમી પેઢી એ જ વચન દોહરાવી રહી છે.
પ. બંગાળમાં મમતા બેનરજીનું શાસન આવ્યા બાદ રાજ્યમાં લોકશાહીનો અંત આવ્યો હતો. વિપક્ષો પર હિંસાના બનાવો સતત વધ્યા છે. લોકશાહી પુનઃ સ્થપાય નહીં ત્યાં સુધી અમે લડતા રહીશું, એમ તેમણે કહ્યું હતું.
મમતાના શાસનમાં મા, માતૃભૂમિ અને માણુસ સહન કરી રહેલ છે. ટીએમસીના સૂત્ર મા, માટી અને માણુસના સંદર્ભમાં તેમણે કહ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




