મુંબઈ,તા.૧૦
બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી સુષ્મીતા સેને રવિવારે મિસ યૂનિવર્સ ૧૯૯૫ જીતનાર ચેલ્સી સ્મિથના નિધન પર શોક પ્રકટ કર્યો હતો. લીનરના કેન્સરની બીમારીને કારણે ૪૫ વર્ષની ઉંમરે ચેલ્સી સ્મિથનું નિધન થયુ હતુ. યૂએસએને રી-પ્રેઝન્ટ કરનાર ચેલ્સી સ્મિથે ૧૯૯૫માં મિસ યૂનિવર્સનો તાજ જીત્યો હતો. સુષ્મીતા સેને મિસ યૂનિવર્સનો તાજ પહેરાવ્યો હતો.
સુષ્મીતાએ ટ્વીટ કરી જણાવ્યુ કે મને તેમનું હાસ્ય ખુબજ ગમતુ હતુ. તેમનું પરિપક્વ વ્યક્તિત્વ મને ખુબજ પસંદ હતુ. મારી પ્યારી દોસ્તની આત્માને ભગવાન શાન્તી અર્પે. મિસ યૂનિવર્સ ૧૯૯૫ સ્મિથ આ પોસ્ટ સાથે સુષ્મીતાએ એક ફોટો પણ શેર કર્યો હતો જેમાં એ યાદો તાજી થતી હતી જે ફોટામાં સુષ્મીતા સેને ચેલ્સી સ્મિથને મિસ યૂનિવર્સનો તાજ પહેરાવ્યો હતો.
સ્મિથના નિધન પર ટેલિવિઝન સ્ટાર શેના મોક્લરે પણ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ દુખની ઘડી છે. મને આ સમાચાર મળ્યા ત્યારે ખુબ દર્દ થયુ. મારી ખુબસુરત દોસ્ત હવે આપણી સાથે નથી. ૧૯૯૫માં મિસ યૂનિવર્સનો તાજ જીતનાર ચેલ્સી સ્મિથને મિસ યૂનિવર્સ ૧૯૯૪ જીતનાર સુષ્મીતા સેને તાજ પહેરાવ્યો હતો.ચેલ્સી સ્મિથે ફિલ્મો અને ટેલિવિઝન ક્ષેત્રે કામ કર્યુ હતુ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





