નર્મદા માં બીજા તબક્કાની એકતા રથ યાત્રાને ઝંડી આપી પ્રસ્થાન કરાવતા પૂર્વ મંત્રી

0
56

બીજા તબક્કાની એકતા રથ યાત્રાને ઝંડી આપી પ્રસ્થાન કરાવતા પૂર્વ મંત્રી નર્મદા જિલ્લામાં તા. ૨૦ મી નવેમ્બર સુધી ચાલનારી બીજા તબક્કાની એકતા રથ યાત્રા પરિભ્રમણનો થયેલો પ્રારંભ

રાજપીપળા : રાજ્ય વ્યાપી એકતા રથ યાત્રાના પ્રથમ તબક્કા બાદ આજે બીજો તબક્કો શરૂ થયો હતો. આ કાર્યક્રમના ભાગરૂપે આજે રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણભાઇ તડવીએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી એકતા રથને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યો હતો. રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ જીગીશાબેન ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસ, જિલ્લા અગ્રણી ઘનશ્યામભાઇ દેસાઇ,રમણસિંહ રાઠોડ,જયંતિભાઇ તડવી, ભગવાનદાસભાઇ પટેલ, પ્રકાશભાઇ વ્યાસ, જિલ્લા તાલુકાના પદાધિકારકીઓ-અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

સરદાર ટાઉન હોલ ખાતેના કાર્યક્રમમાં મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય કર્યા બાદ પૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણભાઇ તડવીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં એકતા યાત્રા થકી એકતાનો સંદેશો પહોંચશે. સરદાર વલ્લભભાઇ પટેલે જીવંત પર્યત દેશ માટે કામ કર્યું છે. દેશના ૫૬૨ જેટલા રજવાડાઓને એક કરી અખંડ ભારતની રચના કરી છે. ભવિષ્યનું ભારત એકતા અને અખંડિતતા સાથે આગળ વધે તે માટે આજે આપણે સૌ સંકલ્પબધ્ધ થઇએ. અસંખ્ય સ્થાપત્ય અને શિલ્પો આની સાક્ષી પૂરે છે. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની એકતા પ્રતિમા બની છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરેલું લોકાર્પણ. નર્મદા જિલ્લાનાં રહેવાસીઓ માટે આશિર્વાદૂપ સાબિત થશે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા દુનિયાના લોકો આવશે, ત્યારે તેમને એકતાના દર્શન થશે. ભાવિ પેઢીમાં એકતાની ભાવના જગાવવા અને એકતાનો સંદેશ ગામડે ગામડે પહોંચાડવા આ એકતા યાત્રા પરિભ્રમણ કરી રહી છે.

રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ જીગીશાબેન ભટ્ટે તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ એકતા યાત્રા એક રહેવાનો સંદેશો આપે છે. એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબે ભારતને એકસૂત્રતામાં ઢાળ્યું છે. સદાય એકતા રહેવી જોઇએ. સમગ્ર સમાજે ભારતીય સંસ્કૃતિ સાથે ચાલીને એક સંપથી રહેવું જોઇએ.વલ્લભભાઇ પટેલે ગાંધીજી સામે લાકડા બાળીને કુટુંબ પ્રેમને ભસ્મીભૂત કરી નાંખ્યુ છે. ભારત દેશ અખંડ રહે તે માટે તેઓ દેશ સેવારૂપી યજ્ઞ કુંડમાં હોમાયા હતા. એકતાના સૂત્ર સાથે ચાલીને એક રહેવાનો સંકલ્પ કરી દેશના ઇતિહાસને જાળવી રાખવા સૌને સંકલ્પબધ્ધ થવા ખાસ અનુરોધ કર્યો હતો.

 

કાર્યક્રમની શરૂઆતમાં નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી એકતા યાત્રાના આ બીજા તબક્કાના પ્રસ્થાન કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફીસર અમીતભાઇ પંડ્યાએ આભારદર્શન કર્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY