વડોદરાના ખાતે ફ્રેન્ડશીપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં નર્મદા સ્પોર્ટ્સ એસોસિએશનની ટીમનો ભવ્ય વિજય

0
241

રાજપીપળા : વડોદરાના વાઘોડિયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ દ્વારા ફ્રેન્ડશીપ બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાઇ જેમાં ફાઇનલમાં નર્મદા સ્પોર્ટ્સ એસોસિએશનની ટીમનો ભવ્ય વિજય થયો હતો 

તારીખ 5 મેં ને રવિવારના રોજ વડોદરા સ્થિત વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ દ્વારા પ્રતાપ નગર પોલિસ સ્પોર્ટ કોમ્પ્લેક્ષના 6 સભ્યોની એક ટીમ તથા આયોજક વાઘોડિયા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ વડોદરા ની 2 ટીમોના ૧૨ સભ્યો તથા નર્મદા સ્પો્ટ્સ એસોસિએશન ના 6 સભ્યોની એક ટીમ મળી કુલ 24 બેડમિન્ટન પ્લેયરસૅ વચ્ચે “ફ્રેન્ડશીપ બેડમિન્ટન ટુર્નામેન્ટ” ની સ્પર્ધા યોજાઇ હતી

જે સ્પર્ધામાં નર્મદા સ્પોર્ટ્સ એસોસિએશનની ટીમમાં 1. રાહુલ ઠક્કર અને બીપીન વસાવા 2. રાજેન્દ્ર ઠાકુર અને સોરભ તથા દીપલ પટેલ અને મુકેશ નેગી એમ ત્રણ જોડીના કુલ 6 રમતવીરો દ્વારા ટીમ નર્મદાનું પ્રતિનિધિત્વ કરેલ આ ટુર્નામેન્ટના ફાઇનલ રાઉન્ડમાં પ્રતાપ નગર પોલિસ કોમ્પલેક્ષ અને નર્મદા રાજપીપળા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ વચ્ચે રસાકસી થઈ હતી પરિણામે વડોદરા પ્રતાપ નગર સ્પોર્ટ્સ કોમ્પલેક્સની ટીમને પરાજીત કરી ફાઇનલમાં નર્મદા સ્પોર્ટ્સ એસોસિએશનની ટીમનો ભવ્ય વિજય થયો હતો વિજેતા ટીમના સભ્યોને વડોદરા વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના કોચ રાજ્યગુરુ સાહેબ દ્વારા અભિનંદન પાઠવી તમામને વિજેતા શિલ્ડ આપવામાં આવેલ તેમજ નાના જિલ્લાઓમાં પણ બેડમિંટન જેવી રાજવી રમત રમી વડોદરા શહેરમાં વીજેતા થતા તેઓ દ્વારા રાજપીપળાના તમામ બેડમિન્ટન લવર્સને શાબ્દિક હુંફ અને પ્રોત્સાહન આપેલ.

બેડમિન્ટનની મેચ શરૂ થતા પહેલા તમામ ૨૪ સભ્યો દ્વારા રાષ્ટ્રગાન ગાઇ દેશ પ્રેમ અને સદભાવના સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવેલ.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY