બાળકો ઉપાડી જવાની અફવા માં ભોળવાશો નહીં

0
164

તાજેતરમાં ગુજરાત રાજ્યના જુદા જુદા શહેરોમાં બાળકો ઉઠાવી જતી ગેંગ ઉતરી હોવાની તથા બાળકોનું ધ્યાન રાખવા બાબતના ઘણા બધા મેસેજ સોશીયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવેલ હોવાથી, લોકોના મનમાં શંકા જતા, નિર્દોષ લોકોને પકડી, કોઇપણ જાતની ખરાઈ કર્યા વિના મારા મારવાના બનાવો બનતા હોવાના ઘણા કિસ્સાઓ બહાર આવેલા છે.

સુરેન્દ્રનગર  જીલ્લા પોલીસ વડા દીપક કુમાર મેઘાણી દ્વારા જિલ્લામાં આવા બનાવો ના બને તે માટે તકેદારી રાખવા અને લોકોમાં જાગૃતિ લાવી, નિર્દોષ લોકોને રંજાડવામાં ના આવે તે બાબત ઉપર ખાસ ધ્યાન દેવા તમામ પોલીસ અધિકારીઓને સુચનાઓ કરવામાં આવેલ છે

ગઇકાલે થાનગઢ ટાઉનમા સર્વોદય સોસાયટીમાં આવેલ શાળા નંબર 04 પાસે શાળા છૂટવાના સમયે પોતાના બાળકોને લેવા આવેલા અમુક નાગરિકોને શંકાસ્પદ માણસ ધ્યાને પડતા, તાત્કાલિક તેને પકડી, કોઇપણ બાબત વેરીફાઈ કર્યા વગર શંકા આધારે બે ત્રણ તમાચા મારી દેવાનો બનાવ બનેલ હતો. એ દરમિયાન લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ થાનગઢ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ.ઢોલ તથા સ્ટાફના  હે.કો. નદીમખા, વાજસૂર ગઢવી, સહિતના પેટ્રોલીંગમાં નીકળતા, આ બાબત ધ્યાને આવતા, મળી આવેલ ઈસમને પોલીસ સ્ટેશન ખાતે લાવી, પૂછપરછ કરવામાં આવતા, પોતાનું નામ પ્રદીપભાઇ રમેશભાઈ બારોટ હોવાનું અને પોતે અમદાવાદ શહેર ના ઓઢવ વિસ્તારમાં આવેલ જીવન જ્યોત સોસાયટીમાં રહેતો હોવાનું તેમજ પોતે દરા વર્ષે સ્કુલ ખુલતા, બાળકોને કાગળની કલા બતાવવા તથા વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવવાની કળા શીખવાડવા તથા તે અંગેનું સાહિત્ય તથા ચોપડીઓ વહેંચવા આવેલાની હકીકત જણાવતા, શાળાના શિક્ષકો પાસે વેરીફાઈ કરાવતા, આ માણસ દર વર્ષે ચોપડીઓ વહેંચવા આવતો હોવાની બાબત જણાઈ આવેલ હતી. આ માણસ પાસે આધાર કાર્ડ અને આ કળા શીખવવા અંગેના પ્રમાણપત્રો પણ મળેલ હતા. તેની સાથે આવેલ અન્ય વ્યક્તિઓ એ ચોટીલા શાળાઓમાં પણ સાહિત્યનું વેચાણ કરેલ હોવાની વિગતો જાણવા મળેલ હતી…

આમ, *થાનગઢ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. ડી.એમ.ઢોલ તથા સ્ટાફની સતર્કતાના કારણે નિર્દોષ વ્યક્તિને નુકશાન થતાં બચી ગયો હતો. પોલીસ દ્વારા અમદાવાદ ઓઢવ પોલીસ દ્વારા તેના રહેણાક અંગે પણ ખાતરી કરી, તેના વાલી વારસને બોલાવી, મળી આવેલ વ્યક્તિને સોંપી,* તેની સાથે રવાના કરવામાં આવેલ હતો…._

સુરેન્દ્રનગર *જીલ્લા પોલીસ વડા દીપક કુમાર મેઘાણી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં આવી કોઈ ગેંગ ઉતરી આવી હોવાની કોઈ હકીકત પોલીસને નહિ મળેલ હોવાનું જણાવી, સુરેન્દ્રનગર પોલીસ સતર્ક તેમજ સક્ષમ છે, કોઇપણ આવો બનાવ જિલ્લાના કોઈપણ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ નથી તેમજ જિલ્લાના લોકોને તકેદારી રાખવા તેમજ કોઇપણ શંકાસ્પદ વ્યક્તિ જણાઈ આવ્યે પોલીસ કંટ્રોલ રૂમ કે નજીકના પોલીસનો સંપર્ક સાધવા જાણ કરેલ છે. કોઇપણ જાતની ખરાઈ કર્યા વગર કોઈ અજાણી વ્યક્તિ છોકરા ઉઠાવી જનાર જાણી, તેને મારા મારવો, એ ગુન્હો છે. ખોટી અફવા ફેલાવવા થી કોઈ નિર્દોષ નાગરિકોને હાની પહોંચી શકે છે. સોશીયલ મીડિયામાં કોઈ મેસેજ આવે તો, તેને પણ કોઈપણ જાતની ખરાઈ કર્યા વગર ફોરવર્ડ કરી, અફવા ફેલાવવી તે પણ ફોજદારી ગુન્હો બને છે. કોઈપણ લોકોએ કાયદો હાથમાં નહિ લેવા તેમજ આવી કોઈ શંકાસ્પદ બાબત જણાઈ આવ્યે પોલીસની મદદ લેવા* પોલીસની એક યાદીમાં જાણ કરવામાં આવેલ છે..

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY