રૂ.૫૦ હજાર પડાવી લેવાતા પોલીસ ફરિયાદ
સુરત, તા.૯
સાસણગીર-દીવની ટૂરના નામે ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન એન્ડ ટેક્નોલોજી કંપની સાથે રૂ.૫૦,૦૦૦ની ઠગાઈ કરવામાં આવી હતી.
ખટોદરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીની નીલ કામદારે ફરિયાદી સંદીપ રતિલાલ પંચાલની ઈન્સ્ટીટ્યુટના માણસોને સાસણગીર દીવની ટુર માટે રહેવા જમવાની વ્યવસ્થા માટે રૂપિયા ૭૦૨૦૦ નક્કી કર્યા હતા. જે અંગે ફરિયાદીએ આરોપીને રૂપિયા ૫૦૦૦૦ આરોપીના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. આરોપીએ વ્યવસ્થા નહીં કરી આપી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. ખટોદરા પોલીસે ફરિયાદ નોંધી આરોપી નીલ કામદારની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


