તા.૨૭મીએ ડાંગ જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

0
22

લોક પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરાશે
આહવા, તા.૧૯
આથી ડાંગ જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે માનનીય મુખ્ય મંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને તાલુકાના પ્રજાજનોની ફરિયાદ પ્રશ્નોના નિવારણ માટે તા.૨૭/૦૬/૨૦૧૯ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે શરૂ કરીને લોકો તરફથી મળેલ ફરિયાદ પ્રશ્નોના નિવારણ અંગે જિલ્લા કક્ષાએ કલેકટરશ્રી ડાંગના અધ્યક્ષપણા હેઠળ કલેકટર કચેરી ડાંગ-આહવાના સભાખંડમાં યોજાશે.
જિલ્લાની જનતાએ પોતાની ફરિયાદ-પ્રશ્નો જે તે ખાતા-કચેરીને બારોબાર તા.૨૦/૦૬/૨૦૧૯ સુધીમાં મોકલી તેની એક નકલ કલેકટરશ્રી ડાંગને મોકલી આપવી.કલેકટર કચેરી ડાંગ-આહવાને લગતા પ્રશ્નો સિવાયના કોઇપણ પ્રશ્નો સીધા કલેકટર કચેરી,ડાંગ-આહવાને મોકલવા નહીં. ન્યાયની કોર્ટમાં ચાલતા વિવાદ,મહેસુલી કોર્ટને લગતા પ્રશ્નો,સબ જ્યુડીશીયલ પ્રશ્નો તથા નોકરીને લગતા પ્રશ્નો લક્ષમાં લેવામાં આવશે નહીં.
અરજદારશ્રીએ એક જ પ્રશ્ન સંપૂર્ણ વિગતો સહ સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરોમાં રજૂ કરવાના રહેશે. રજૂ કરવામાં આવનાર પ્રશ્નોના કવર ઉપર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૬/૦૬/૨૦૧૯ એમ અચૂક લખવા વિનંતી છે. અરજદારે ઉક્ત જણાવેલ સ્થળે સમયસર અચૂક હાજર રહેવા વિનંતી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY