રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વિરમગામની પ્રાથમિક શાળાઓમાં ડ્રોઇંગ કોમ્પિટીશન યોજાઇ.

0
143

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વિરમગામ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ડ્રોઇંગ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

તાલુકા હેલ્થ ઓફિસ સંલગ્ન વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલ, કુમરખાણ, મણીપુરા, ગોરૈયા, વાંસવા દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી અને વ્યસનની માનવ શરીર પર થતી વિપરીત અસરો અંગે માહીતી આપવામાં આવી હતી. વિરમગામ તાલુકામાં ધાકડી, ડુમાણા, ગોરૈયા, વાંસવા સહિતની પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ડ્રોઇંગ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડ્રોઇંગ કોમ્પિટીશનમાં ભાગ લીધેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની ટીમ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર, સુપરવાઇઝરો, આરોગ્ય કર્મચારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, નશોએ નાશનું મુળ છે. નશાના કારણે વ્યક્તિના શરીરને તો નુકશાન થાય છે સાથે સાથે પરીવારને પણ નુકશાન ભોગવવું પડે છે. તમાકુમાં નિકોટીન નામનુ ઝેરી તત્વ રહેલુ હોય છે. જે શરીરમાં દાખલ થતા જ્ઞાન તંતુઓને ઉત્તેજીત કરે છે અને શરીર તથા મનને ક્ષણીક ખુબ જ સારૂ લાગે છે. જો થોડીવારમાં બીડી, સીગારેટ, મસાલા, ગુટખાનું સેવન ન કરે તો બેચેની ઉભી થાય છે. આ ક્ષણીક આનંદ માટે નશાની કાયમી આદત પડી જાય છે. જે આખરે વિનાશનું કારણ પણ બની શકે છે. વ્યસનના કારણે કેન્સર, ટીબી, આખની તકલીફો, શ્વાસની તકલીફો, આંતરડાની બિમારીઓ પણ થઇ શકે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY