અમદાવાદમાં બુટલેગરોના અડ્ડા પર ત્રાટકી પોલીસ,દારૂનો કર્યો નાશ

0
7

અમદાવાદ,તા.૧૩
ગુજરાતમાં દારૂબંધીના નામે સૌથી વધુ દારૂ વેચાયાની વારંવાર લોકમુખે ચર્ચા થતી હોય છે. ત્યારે નવરાત્રીના પર્વને ધ્યાનમાં રાખીને બાતમીના આધારે ડીસીપી ઝોને મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
છારાનગરમાં ૧ DCP, ૨ ACP, ૩PI , ૭ PSI સહિત ૧૭૫થી વધુ પોલીસકર્મી દ્ગારા એક મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. પોલીસને છારાનગરમાં દારૂ વેચાતો હોવાની બાતમી મળતા આખી પોલીસ ટીમ ત્રાટકી છે. તહેવારોમાં દારૂની રેલમછેલ થતાં બુટલેગરો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
નવરાત્રિના તહેવારમાં છારાનગર, કુબેરનગર, નરોડામાં ઘરે-ઘરે જઇ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ડીસીપી ઝોન દ્વારા દારૂને લઇ રેડ કરાઇ છે. ડીસીપી ઝોનની સાથે રેડ કરાઇ છે.
પોલીસ અધિકારીનું કહેવું છે કે આજે સવારથી નિશ્ચિત સમય પ્રમાણે મેગા ડ્રાઇવનું આયોજન કરાયું હતું. પોલીસ અધિકારીઓની જુદી-જુદી સાત ટીમ પાડવામાં આવી છે. જે બુટલેગરો પ્રોહિબેશન લિસ્ટમાં હોય છે તેમની નિયમિત યાદી આવતી હોય છે તેના પર સતત વોચ રાખી મેગા ડ્રાઇવનું આયોજન કરાયું છે.
અમદાવાદનો સરદારનગર એવો વિસ્તાર છે કે જ્યાં સૌથી વધુ દેશી દારૂ બને છે અને વિદેશી દારૂનું પણ વેચાણ થાય છે. અહીં વારંવાર સર્ચ ઓપરેશન દરમ્યાન દારૂનો જથ્થો મળતો આવે છે. થોડાંક દિવસ પહેલાં ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી હતી ત્યારે આ વિસ્તારમાંથી દેશી દારૂ બનાવવાનો માલ સામાન મળી આવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY