દારૂ વેચવાના ગોરખધંધા કરનાર હળવદના ઈશ્વરનગરના સરપંચના આગોતરા જામીન માટે હવાતિયાં

0
45

સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન ના મંજુર થતા સરપંચ નાસતો ફરતો !

હળવદ તાલુકાના ઈશ્વર નગર ગામે ૧૫ દિવસ પહેલા પોલીસ દ્વારા ગામના સરપંચની વાડીમાં રેડ કરી વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા પોલીસ તપાસમાં આ ગામના સરપંચ જ દારૂનો વેપલો કરતા હોવાની ચોકાવનારી માહિતી પોલીસ સમક્ષ ખુલવા પામી હતી જેથી પોલીસ દ્વારા સરપંચ સહિત કુલ ચાર શખ્સો સામે ફરિયાદ નોંધી હતી જેમાં સરપંચ ફરાર હાલ હોય અને આગોતરા જામીનની અરજી કરેલ હોય પરંતુ નામદાર કોર્ટ દ્વારા આગોતરા જામીન નામંજૂર કરાતા હાલ સરપંચ પોલીસ થી બચવા નાસતો ફરતો હોય જેથી પોલીસ દ્વારા સરપંચની શોધખોળ આદરી ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે

આ ચોકાવનારા બનાવની જાણવા મળતી વિગતો મુજબ આશરે ૧૫ દિવસ પહેલા હળવદ તાલુકાના ઈશ્વર નગર ગામે પોલીસ દ્વારા સરપંચ ની વાડી દારૂ અંગેની ની રેડ કરી હતી અને પોલીસ દ્વારા રેડ દરમિયાન કુલ ૫૩૫૦૦ નો મુદ્દામાલ કબજે કરાયો હતો સાથે જ બે આરોપીઓને પણ ઝડપી લેવાયા હતા ઝડપાયેલ બંને આરોપીઓ ગામના સરપંચ અશ્વિનભાઈ નો દારૂ નો વેપલો કરતા હોવાનું ખુલવા પામ્યુ હતું જેથી પોલીસ દ્વારા આરોપી અશ્વવીન ની ધરપકડ કરવા તપાસના ચક્રો ગતિમાન કરાયા હોય પરંતુ પોલીસથી બચવા આરોપી સરપંચે કોર્ટમાં આગોતરા જામીનની અરજી મુકેલ હોય પરંતુ નામદાર કોર્ટ દ્વારા આગોતરા જામીન નામંજૂર કરાતા સરપંચ ભાગતા ફરતા હોય જેથી પોલીસ દ્વારા ઝડપી લેવા તપાસ હાથ ધરાઇ છે
મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY