અમદાવાદ,તા.૧૪
શહેરના પાલડી વિસ્તારમાં અશાંતધારાનો અમલ હોવા છતાં રિડેવલપમેન્ટના નામે મિલકતોના ગેરકાયદે ખરીદ-વેચાણની પ્રવૃત્તિ સામે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. વર્ષા ફ્લેટના રિ-ડેવલપમેન્ટના વિવાદને લઇ ફરી એક વાર પાલડી વિસ્તારમાં પોસ્ટર વોર શરૂ થઇ છે.
પાલડીમાં જૈનોના રહેણાંક વિસ્તારો અને એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહની ઓફિસની આસપાસના વિસ્તારમાં હિન્દુ જાગરણના નામે પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. લગાવેલાં પોસ્ટરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
‘જાગોપહિંદુઓ જાગો, પાલડીને જુહાપુરા બનતાં અટકાવો’ ‘આજે પાલડી.. કાલે વાસણા, ક્્યાં કરીશું પ્રતિક્રમણ? અને કિયા કરીશું એકાસણાં’, ‘મોદીજીના રાજમાં હતો કાદવ પણ કમળથી છલોછલ, રૂપાણીજીના રાજમાં કમળ જ કાદવથી લથબથ’, લેન્ડ + લવ જેહાદથી દેશ બચાવો. જેવાં સૂત્રો સાથે પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. ફરી એક વાર પોસ્ટર લગાવવામાં આવતાં વર્ષા ફ્લેટનો વિવાદ ફરી ઊભો થયો છે.
વર્ષા ફ્લેટમાં રિડેવલપમેન્ટના નામે ભ્રષ્ટાચાર થયો હોવાની અને અશાંત ધારાના નિયમોને નેવે મૂકીને અન્ય કોમના લોકોને પઝેશન આપવામાં આવી રહ્યુ છે તેવા આક્ષેપો સાથે સમગ્ર મામલે કોર્પોરેશન તથા ધારાસભ્યોને વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કોઇ નક્કર કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી, જેને લઇ હિન્દુ જાગરણ મંચ દ્વારા અગાઉ પણ રેલી અને બેનર દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય રાકેશ શાહ અને વર્ષા ફ્લેટમાં જૈન બિલ્ડર બનીને લોકોની સાથે છેતરામણી કરી ચૂકેલા બિલ્ડર નૌશાદ ખાન વચ્ચે સાઠગાંઠના પણ આક્ષેપો ઊભા થયા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



