સોનુ પ્રતિ ગ્રામ ૧૦૦ રૂપિયા ઘટી ૩૩૧૭૦ પર બંધ

0
5

ન્યુ દિલ્હી,તા.૯
વૈશ્વિક બજારોમાંથી સારા સંકેતો ન મળવાને કારણે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ૩૯૯૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. એક્સપટ્‌ર્સનું કહેવુ છે કે સ્થાનિક જ્વેલર્સ અને રિટેલર્સ દ્વારા ખરીદદારી ન કરવાને કારણે પણ ભાવમાં ઘટાડો નોંધાયો છે.
જણાવી દઈએ કે, શનિવારે દિલ્હીના સોના બજારમાં સોનાના ભાવ ૧૦૦ રૂપિયા ઘટીને ૩૩૧૭૦ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે. જ્યારે ચાંદીના ભાવ ૮૦૦ રૂપિયા વધીને ૩૯૯૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. શુક્રવારે સોનાના ભાવમાં ૨૦૦ રૂપિયા પ્રતિ દસ ગ્રામનો વધારો નોંધાયો હતો.
આ અંગે એક્સપટ્‌ર્સનું કહેવુ છે કે, ઈન્ટરનેશનલ સ્તર પર અમેરિકી ડાલરમાં આવેલી તેજીને પગલે સોનાના ભાવ પર દબાણ વધ્યુ છે. આ ઉપરાંત, મેરેજ સિઝન ચાલતી હોવા છતા ઘરેલૂં સ્તર પર સોનુ મોંઘુ થતા તેની ડિમાન્ડ ઘટી છે. જેને કારણે ભાવમાં ઘટાડો નોંધાયો છે. જોકે, કિંમતોમાં ઘટાડો હજુ વધુ સમય ચાલી શકે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY