અમદાવાદ,તા.૧૮
એસટી નિગમના ડ્રાઇવર અને કન્ડક્ટર યુનિફોર્મમાં હંમેશાં જાવા મળે છે. પ્રવાસીઓ પણ તુરત જ તેમને યુનિફાર્મના કારણે ઓળખી લે છે, પરંતુ હવે ડ્રાઇવર-કન્ડક્ટરની જેમ જ એસટી નિગમના તમામ અધિકારીઓ પણ યુનિફોર્મમાં જાવા મળશે. એસટી નિગમના અધિકારીઓએ પણ યુનિફોર્મ પહેરવો ફરજીયાત થઈ રહ્યો છે, જે આગામી મેં માસથી અમલી થઈ જશે.
એસટી નિગમ દ્વારા દર બે વર્ષે ચાર જોડી યુનિફોર્મ એસટી અધિકારીઓને આપવામાં આવશે. નિગમના વર્ગ-૧ અને વર્ગ-રના અધિકારીઓ માટેનો યુનિફોર્મનો કલર હોદ્દા પ્રમાણે અલગ અલગ રાખવામાં આવ્યો છે, જેથી મુસાફરો સહિતના જે તે અધિકારીઓની ઓળખ મેળવી શકે.
જાકે અધિકારીઓને અલગ અલગ પ્રકારના ડ્રેસ અપાશે. ડેપો મેનેજર માટે ડેનિમ ગ્રે કલરનું પેન્ટ અને લાઈટ ગ્રે કલરનો શર્ટ જ્યારે મધ્યસ્થ કચેરીના તમામ ખાતાના અધિકારીઓ અને વિભાગીય કચેરીના અધિકારીઓ માટે ડાર્ક બ્રાઉન પેન્ટ અને બેઝ કલરનો શર્ટ તથા ખાતાના વડા અને સિનિયર મેનેજમેન્ટ સ્ટાફને ડાર્ક બ્રાઉન પેન્ટ અને લાઈટ બ્રાઉન શર્ટ યુનિફોર્મ તરીકે પહેરવાનો વિભાગ દ્વારા આદેશ કરાયો છે યુનિફોર્મ નહીં પહેરનાર કોઈ પણ કર્મી ઉપર દંડાત્મક કાર્યવાહી કરાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


