અમદાવાદ, તા.૦૨
ધનતેરસે માં લક્ષ્મી અને કુબેરજીની સાથે-સાથે ભગવાન ધનવંતરીની પણ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભગવાન ધનવંતરી બ્રહ્માંડના સૌથી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદના દેવ છે. ભગવાન ધનવંતરીને શ્રીહરિ વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. તેમની પૂજાથી સારુ સ્વાસ્થ્ય અને આરોગ્ય પ્રાપ્તિ થાય છે. આ વખતે ધનતેરસ ૫ નવેમ્બરે આવી રહી છે. ધનતેરસના દિવસે લોકો શુભ કાર્યો કરતા હોય છે. આ દિવસે લોકો સોના-ચાંદી, વાહન, ઘર સહિત અન્ય કેટલીક ચીજવસ્તુઓ ખરીદવામાં માને છે. વસ્તુઓ ખરીદવાનો શુભ સમય સવારે ૦૭ઃ૦૭થી ૦૯ઃ૧૫ વાગ્યાનો છે. ત્યારબાદ બપોરે ૦૧ઃ૦૦ વાગ્યાથી ૦૨ઃ૩૦ વાગ્યા સુધીનો સમય છે. તેમજ સાંજે શુભ ચીજવસ્તુઓ ખરીદવાનો સમય ૦૫ઃ૩૫થી ૦૭ઃ૩૦ વાગ્યાનો રહેશે. તેમજ ધનતેરસ પૂજા મુહુર્ત સાંજે ૦૬ઃ૦૫ વાગ્યાથી ૦૮ઃ૦૧ વાગ્યા સુધી હશે. ત્યારબાદ પ્રદોષ કાળ ઃ સાંજે ૦૫ઃ૨૯થી ૦૮ઃ૦૭ વાગ્યા સુધી રહેશે, વૃષભ કાળ ઃ સાંજે ૦૬ઃ૦૫થી ૦૮ઃ૦૧ વાગ્યા સુધી, તેરસ તિથિ ૫ નવેમ્બરે વહેલી સવારે ૦૧ઃ૨૪ વાગ્યાથી શરુ થશે, જે રાત્રે ૧૧ઃ૪૬ કલાકે પૂર્ણ થશે. આ ઉપરાંત ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીની પૂજા પણ કરવામાં આવે છે. ધનતેરસના દિવસે ધન પદાર્થ, નાણાં, ઘરેણાં વગેરે વસ્તુઓની પૂજા કરવામાં આવે છે. આમ સંપત્તિના સર્જનહાર દેવી લક્ષ્મીજીની, ભગવાન કુબેર-સંપત્તિ અને ભગવાન ગણેશના વિતરણ કર્તા આ રીતે અવરોધો દૂર કરવાના દિવ્ય ઊર્જાની પૂજા કરીને, ભક્તો સંપત્તિને આકર્ષવા અને તેમની ઇચ્છાઓને પરિપૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




