જીનિવા,તા.૧૮
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર, ત્રિપોલીમાં ૨૦૫ લોકોનાં મોત થયા છે, જેમાંથી ૧૮ સામાન્ય નાગરિક છે. આ ઉપરાંત બે અઠવાડિયાની લડાઇમાં અત્યાર સુધી ૯૧૩ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. મંગળવારે મોડી રાત્રે લીબિયામાં ત્રિપોલીની ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં એરસ્ટ્રાઇક કરવામાં આવી હતી. લીબિયાની રાજધાની ત્રિપોલીમાં આ લડાઇ ચાર એપ્રિલના રોજ શરૂ થઇ હતી.
ઉલ્લેખનીય છે કે, લીબિયામાં મુઅમ્મર ગદ્દાફીને સત્તાથી બેદખલ કરવા અને મોત બાદથી સતત ગૃહયુદ્ધ જેવી સ્થિતિ બનેલી છે. સ્થાનિક કમાન્ડર ખલીફા હફ્તારે અંદાજિત બે અઠવાડિયા પહેલાં ત્રિપોલી પર કબજો માટે અભિયાન છેડ્યું હતું, જેમાં મૃતકોની સંખ્યા ૨૦૦એ પહોંચી ગયો છે.
લીબિયામાં હાલ આતંરરાષ્ટ્રીય સમર્થનથી સરકાર ચાલી રહી છે, જેની રાજધાની ત્રિપોલી છે. ખલીફા અને અન્ય ક્ષેત્રીય કમાન્ડર ઘણીવાર ત્રિપોલી પર કબજા કરવાના પ્રયત્નોમાં આ પ્રકારના હુમલાને અંજામ આપે છે.
ગુરૂવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ત્રિપોલી લડાઇ પર નવા રિપોર્ટ રજૂ કર્યા છે. સંગઠનની તરફથી રજૂ થયેલા રિપોર્ટમાં લીબિયાની રાજધાનીમાં થયેલા જાનમાલના નુકસાનની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ત્રિપોલીમાં છેલ્લાં બે અઠવાડિયાની જંગ દરમિયાન ૧૮ સામાન્ય નાગરિકો સહિત અત્યાર સુધી ૨૦૫ લોકોનાં મોત થયા છે. આ લડાઇમાં અત્યાર સુધી ૯૧૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




