વારંવાર શહેરની ગટર ઉભરાતી હોય સરપંચ દ્વારા જેટીંગ મશીન ફાળવવા તંત્રને રજુઆત
બોટાદ જીલ્લાનુ રાણપુર તાલુકા કક્ષાનુ ગામ છે અને ૨૦.૦૦૦ હજારની આજુબાજુ વસ્તી ધરાવે છે આ ગામનો વહીવટ ગ્રામ પંચાયત દ્રારા કરવામાં આવે છે.થોડા સમય પહેલા આ ગામમાં અંડર ગ્રાઉન્ડ ગટર બનાવવામાં આવી છે.આ અંડર ગ્રાઉન્ડ ગટરની મેઈન ટાંકીઓ વારંવાર છલકાતા ગામમાં ગટરનુ ગંદુપાણી શેરીઓમાં અને પાણીની મેઈન પાઈપ લાઈનમાં ભળતા ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાનો ભય ગામ લોકોને સતાવી રહ્યો છે.

રાણપુર ગામમાં થોડા સમય પહેલા કોન્ટ્રાક્ટર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે અંડર ગ્રાઉન્ડ ગટર બનાવવામાં આવી છે.આ અંડર ગ્રાઉન્ડની કુંડીઓ વારંવાર ભરાય જતા ગટરનુ ગંદુપાણી ગામની બજારોમાં ફરીવળે છે. તેમજ ગામની પીવાના પાણીની પાઈપલાઈનના વાલ્વ અને ટાંકીઓમાં ગામના ગાયત્રી સોસાયટી,આદિત્યવિલા સોસાયટી,રતન ચોક,ઈશા ખાણીનો ડેલો,કાકરીયા ચોરા,મહેતાની ખાડુ,ત્રિકમપરા સહીતના અનેક વિસ્તારોમાં આ ગટરનુ ગંદુ દુર્ગંધ મારતુ પાણી પીવાની પાઈપલાઈન માં ભળતા લોકોને દુષિત દુર્ગંધ વાળુ પાણી મળી રહ્યુ છે.ત્યારે રાણપુરના અનેક વિસ્તારની મહીલાઓ દ્વારા ગટર નુ પાણી પીવાની પાઈપલાઈનમાં આવે છે તેવી વારંવાર રજુઆત રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી ને કરવામાં આવે છે.

રાણપુર ગામમાં રોગચાળો ફાટી નીકળે તે પહેલા આ સમસ્યાનુ નિરાકરણ તંત્ર દ્વારા કરવામાં આવે આ અંગે ગામનાં સરપંચ અબ્બાસભાઇ ખલાણીએ જણાવ્યુ હતુ કે ગામની ગટર વારંવાર ઉભરાતી હોય ગંદુપાણી પીવાના પાણીમાં ભળે છે.માટે આ ગટરની મેન હોલ સફાઈ માટે જેટીંગ મશીનની જરૂરીયાત પડે આ મશીન ૧૪ માં નાણાપંચની ગ્રાંટમાંથી ફાળવવા માટે જીલ્લા વિકાસ અધિકારી ને રજુઆત કરવામાં આવી છે.જો વહેલી તકે આ મશીન તંત્ર દ્વારા ફાળવવામાં આવે તો ગામની સમસ્યાનુ નિરાકરણ થઈ શકે તેમ છે.
ગંદુ દુર્ગંધ મારતુ પાણી પાઈપલાઈનમાં ભળતા દુષિત પાણી પીવામાં આવ છે
રાણપુર ગામની વસ્તી અંદાજે વીસેક હજારની છે આ ગામમાં થોડા સમય પહેલા અંડર ગ્રાઉન્ડ ગટર નાંખવામાં આવી છે આ ગટર વારંવાર ઉભરાતા ગટરનુ ગંદુપાણી પીવાની પાઈપલાઈનમાં ભળતા લોકોને દુષીત ગંદુ પીવાનુ પાણી મળે છે.જેના લીધે ગામમાં રોગચાળો ફાટી નિકળવાનો ભય છે.જે અંગે અમોએ ગ્રામપંચાયતમાં રજુઆત કરી છે.>>>દોલીબા દલુભા પરમાર,સ્થાનીક રહીશ,રાણપુર
ગ્રામ પંચાયતમાં અનેકવાર રજુઆત
અમારા વિસ્તારમાં ગટરનુ ગંદુપાણી પીવાનાપાણીમાં ભળતા દુષીત પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળે તે પહેલા આ સમસ્યા નુ નિરાકરણ આવે તે માટે ગ્રામ પંચાયતમાં અવાર નવાર રજુઆતો કરવામાં આવી છે.છતા તંત્રના પેટનુ પાણી પણ હલતુ નથી>>>માલુબા અલુબા,સ્થાનીક રહેવાશી,રાણપુર
સરપંચ દ્વારા જેટીંગ મશીનની માંગ
આ સમસ્યા માટે જેટીંગ મશીન રાણપુર ગ્રામપંચાયત ને ૧૪માં નાણપંચ માંથી ફાળવવામાં આવે તેવી માંગણી બોટાદ જીલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવી છે.પરંતુ હજુ સુધી તેની મંજુરી મળેલ નથી જો આ મશીન માટે વહેલીતકે મંજુરી આપવામાં આવે તો આ સમસ્યાનો હલ વહેલીતકે થઈ શકે તેમ છે.>>>અબ્બાસભાઈ ખલાણી,સરપંચ ગ્રામપંચાયત રાણપુર
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





