ચૂંટણી પંચની માલિકીનું બિલ્ડિંગ રૂ.૨૬૨ લાખના ખર્ચે સાકાર થયું
આહવા, તા.૨૩
ડાંગ જિલ્લાના મુખ્ય વહિવટી મથક આહવા ખાતે જુની કલેક્ટર કચેરીના પટાંગણમાં અંદાજીત રૂ.ર૬ર.પ૦ લાખના ખર્ચે તૈયાર કરાયેલા, ઇ.વી.એમ. સ્ટોરેજ બિલ્ડિંગનું જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટર શ્રી એન.કે.ડામોર સહિત એક્ષ્પેન્ડિચર ઓબ્ઝર્વર-વ-જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાના હસ્તે લોકાર્પણ કરાયુ હતું.
વિધાનસભા, લોકસભાની ચૂંટણીઓ સહિતની યોજાતી વિવિધ ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાતા ઇ.વી.એમ. અને વી.વી.પેટના સંગ્રહ માટે જિલ્લા મથકે તૈયાર કરાયેલા આ બિલ્ડિંગને સેવાર્પણ કરવા સાથે અહીં શાસ્ત્રોક્ત વિધીથી પૂજન-અર્ચન પણ કરાયુ હતું. મહેસૂલી અધિકારી/કર્મચારીઓ સહિત સંબંધિત વિભાગોના અધિકારી/કર્મચારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા સ્ટોરેજ બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમ બાદ, કલેક્ટર શ્રી એન.કે.ડામોર તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ ભવનની જાતમુલાકાત લઇ, ઉપયોગી માર્ગદર્શન પુરુ પાડ્યુ હતું.
ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લામા જુની કલેક્ટર કચેરીના પટાંગણમાં ચૂંટણી પંચની માલિકીના ઇ.વી.એમ. અને વી.વી.પેટના સંગ્રહ માટેનું સમર્પિત વેર હાઉસ તૈયાર કરાયુ છે. રૂ.ર૬ર.પ૦ લાખના અંદાજીત ખર્ચે તૈયાર કરાયેલા આ ઇ.વી.એમ. સ્ટોરેજ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ૭૫૦ ચો.મી.નું બાંધકામ કરાયુ છે. જેમાં કોîક્રિટ વર્ક, સ્ટીલ વર્ક, બ્રિક મેશનરી વર્ક, પ્લાસ્ટર એન્ડ કલર વર્ક, ફ્લોરીંગ વર્ક, ડોર્સ એન્ડ વિન્ડોઝ સહિત કમ્પાઉન્ડ વોલ, ટ્રીમીક્ષ રોડ, પેવર બ્લોક, બોર, મોટર, યુ.જી.સમ્પ, એક્ષ્ટર્નલ વોટર સપ્લાય અને ડ્રેનેજ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સીસ્ટમ, ઇન્ટરનલ ઇલેક્ટ્રીફિકેશન વર્ક, ફાયર એક્સરીંગગ્યુઝર જેવી સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
વેર હાઉસના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી એન.કે.ડામોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા, ઇ.વી.એમ. મેનેજમેન્ટના નૉડલ ઓફિસર-વ-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.ડી.પટેલ, કાર્યપાલક ઇજનેર શ્રી જે.કે.પટેલ, ચૂંટણી નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અસારી, મામલતદાર શ્રી મહેશ પટેલ, મહેસૂલ વિભાગ અને ચૂંટણી તંત્રના અધિકારી/કર્મચારીઓ, સંબંધિત વિભાગના અધિકારી/કર્મચારીઓ વિગેરે ઉપસ્થિત રહ્ના હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



