સુરત ટેક્સટાઈલ કસ્ટર માટે ઊર્જા સંરક્ષણ ટેક્નોલોજી વિશે વર્કશોપ

0
5

સુરત કલસ્ટર અને ટેક્નોલોજીમાં વાર્ષિક ધોરણે ૧૧ મિલિયન યુનિટની ઊર્જા બચતની સાથે ૯૯૦૦ ટન કાર્બન ઉત્સર્જન રોકી શકાય
સુરત, તા.૨૩                                                                                                              એનર્જી એફીસીયન્સી સર્વિસીસ લિમીટેડ તથા ભારત સરકારના ઊર્જા મંત્રાલય હેઠળની પીએસયુ તથા યુનાઈટેડ નેશન્સ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન અને મિનીસ્ટ્રી ઓફ માઈક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઈઝના સંયુકત ઉપક્રમે વર્કશોપ યોજાયો હતો.
આવનારા સમયમાં ઈન્ડસ્ટ્રીઝમાં નવી ટેકનોલોજી અપનાવીને વિદ્યુત ઉર્જાની બચત સાથે કાર્બન ઉત્સર્જન રોકી શકાય છે તેમ મિનીસ્ટ્રી ઓફ માઈક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઈઝના જોઈન્ટ સેક્રેટરીશ્રી સુધીર ગર્ગે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, એક ઈન્ડ્રસ્ટ્રીઝમાં આ ટેકનોલોજી અપનાવીને રૂ.૧૨ લાખના રોકાણની સામે વર્ષે રૂ.૧૦ થી ૧૨ લાખની બચત થાય છે, જેનાથી કરેલુ રોકાણ પરત મળી રહે છે. કોઈ પણ ઈન્ડસ્ટ્રીઝની સામે હંમેશા પડકારો રહેલા હોય છે કે તેનું ઉત્પાદન ખર્ચ ઓછુ થાય. જે આ ટેકનોલોજીના ઉપયોગથી પોતાનું ખર્ચ ઓછુ કરી શકે છે. તેમણે કહ્યું કે, ભારતભરમાં ૧૦ જેટલા કલ્સ્ટરોમાં સુરતના ટેક્ષસટાઈલ ઉદ્યોગને પણ આવરી લેવામાં આવ્યો છે. આ ૧૦ કલસ્ટરોમાં આગામી સમયમાં ૨૦૦ કરોડના ઈન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંક સાથે ઉર્જા બચતની દિશામાં આગળ વધવાની નેમ તેમણે વ્યકત કરી હતી. ઈન્ડસ્ટ્રીઝને આગળ ધપાવવા માટે નવી ટેકનોલોજીથી લોકોને માહિતગાર કરવા માટે ભારતભરમાં ૧૦ સેન્ટરો કાર્યરત થઈ ચૂકયા છે જે પૈકી અમદાવાદ ખાતે પણ એક સેન્ટર કાર્યરત થઈ ચૂકયું હોવાનું તેમણે કહ્યું હતું.
આ વેળાએ સાઉથ ગુજરાત ટેકસટાઈલ પ્રોસેસર્સ એસોસિયેશન પ્રમુખશ્રી જીતુભાઈ વખારીયાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં મહત્તમ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઔદ્યોગિક બચતમાં આ ઉર્જાની ટેકનોલોજી આશીર્વાદરૂપ બનશે.
નોંધનીય છે કે, આ ટેકનોલોજીમાં રોકાણની શકયતા સુરત કલસ્સ્ટરમાંથી અંદાજે ૨૦ કરોડની છે. જેમાં ઉર્જા બચતની ક્ષમતા ૧૧ મીલીયન યુનિટની છે. જે કલ્સ્ટરમાં દર વર્ષે ૯૯૦૦ ટન વાતાવરણમાં થતા કાર્બન ઉત્સર્જન રોકી શકાય છે. ગ્લોબલ એનવાયરેમન્ટ ફેસીલટી પ્રોગ્રામ હેઠળ એનર્જી એફીસીયન્સી સર્વિસીસ લીમીટેડ અને યુનાઈટેડક ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા ચલાવવામાં આવે છે. તેનો હેતુ ૧૦ ઓળખવામાં આવેલા એમ.એસ.એમ.ઈ. કલસ્ટરમાં ૩૦ થી ૩૫ ટેકનોલોજીને લાગુ કરવાનો છે. જેમાં ૪૭૦થી વધુ લાભાર્થીઓને આવરી લેવાનો અને કાર્બનની એક મીલયન ટનની બચનો લક્ષ્યાંક હાંસલ કરવાનો છે જે રિવોલ્વિગ ફંડ કન્સેપ્ટને સંસ્થાકીય બનાવીને શકય બનાવશે. આ પ્રોજેકટનો સમયગાળો ૩૬ મહિનાનો છે જે નવેમ્બર ૨૦૧૭માં શરૂ થઈ અને ઓકટોમ્બર ૨૦૨૦ સુધી ચાલશે.
સુરતની નારાયણ પ્રોસેસર્સ અને લક્ષ્મીપતિ ગૃપ દ્વારા આ ટેકનોલોજીને અપનાવીને સફળ બન્યા છે જયારે અન્ય પ્રતિભા ગૃપ અને અન્નપૂર્ણા ઈન્ડ્રસ્ટીઝે નવી ટેકનોલોજી અપનાવવા માટેના કરાર પણ કર્યા હતા.
આ પ્રસંગે યુ.એન.આઈ.ડી.ઓના શ્રી દાબાજીત દાસ સીજીએમના એસપી ગરનાયકે પોતાના પ્રવચનમાં નવી ટેકનોલોજીને બદલાવના રૂપમાં અપનાવીને ઔદ્યોગિક ખર્ચમાં ધટાડવામાં ખૂબ ઉપયોગી બનવાની હિમાયત કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY