મનોરંજન સાથે સામાજિક સંદેશો હિટ નીવડે છે : અનિલ કપૂર

0
6

મુંબઈ,તા.૨૪
સિનિયર અભિનેતા ફિલ્મ સર્જક અનિલ કપૂરે કહ્યું હતું કે મસાલેદાર મનોરંજન સાથે સામાજિક સંદેશો રજૂ થાય તો એ વધુ લોકો સુધી પહોંચે છે અને ફિલ્મ હિટ નીવડે છે.
અક્ષય કુમારની ટોયલેટ એક પ્રેમકથાની જેમ ટીવી પર જાહેર આરોગ્ય વિશે રજૂ થનારા એક શો નવરંગી રેમાં અનિલ કપૂર ચમકી રહ્યો છે. આ શોના લોંચિંગ પ્રસંગે મિડિયા સાથે વાત કરતાં અનિલે કહ્યું, હું સાવ નાનકડો હતો ત્યારે રાજ કપૂર અંકલના શૂટિંગમાં જતો. રાજ અંકલ કહેતા એ વાત હું આજેય ભૂલ્યો નથી. રાજ અંકલ કહેતા કે કોઇ પણ સામાજિક સંદેશો મનોરંજન સાથે રજૂ થાય તો વધુ લોકો સુધી પહોંચે છે અને એની પોઝિટિવ અસર પણ થાય છે.
નવરંગી રેમાં અમે એ પ્રકારનો પ્રયોગ કર્યો છે. આ શો સ્વસ્તિક પ્રોડક્શન્સ દ્વારા બીબીસી મિડિયા એક્શન અને બીલ એન્ડ મેલિડા ગેટ્‌સ ફાઉન્ડેશનના સહયોગ દ્વારા તૈયાર કરાયો છે. ફેબુ્રઆરીની બીજી તારીખથી રિશ્તે નામની ટીવી ચેનલ પરથી આ શો રજૂ થવાનો છે. આ શોમાં અમીર અલી, વૈષ્ણવી ધનરાજ, સુસ્મિતા મુખરજી અને રાજુ ખેર મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. અનિલ કપૂર સ્પેશિયલ રોલ કરવાનો છે. આ શોનો હેતુ જાહેર આરોગ્ય અને સ્વચ્છતા વિશે પ્રચાર કરવાનો છે. અનિલે કહ્યું કે સ્વચ્છતાનો આરંભ દરેક વ્યકિતના પોતના ઘરથી થાય છે. ઘર સ્વચ્છ તો સોસાયટી સ્વચ્છ અને સોસાયટી સ્વચ્છ તો સ્થાનિક વિસ્તાર સ્વચ્છ. ત્યારબાદ રાજ્ય સ્વચ્છ. આ રીતે સ્વચ્છતા રાષ્ટ્રવ્યાપી બની જાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY