કુપોષણને નાથવા માટે સરકારે ખૂબ જ ચિંતા કરીને પોષણ અભિયાન શરૂ કર્યું છે, જે આવનારા દિવસોમાં સ્વસ્થ ડાંગના નિર્માણમાં મહત્વનું પરિબળ બની રહેશે તેમ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી બીબીબેન ચૌધરીએ આહવા ખાતે પોષણ માસ કાર્યક્રમને ખુલ્લો મુકતા જણાવ્યું હતું.
ડાંગ જિલ્લામાંથી કુપોષણને દેશવટો આપવા માટે વિશેષ લક્ષ કેન્દ્રિત કરવા સાથે, સતત સ્વસ્થ અને સ્વચ્છ ડાંગના નિર્માણમાં યોગદાન આપતા રહીએ તે આવશ્યક છે, તેમ ડાંગના જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું. સગર્ભા અને ધાત્રી માતાઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતી જાગૃતિ કેળવાઇ તે માટે આંગણવાડી કાર્યકરોની ભૂમિકા ખૂબ જ અગત્યની બની રહે છે તેમ જણાવતા શ્રી વઢવાણિયાએ, આગામી દિવસોમાં આઇ.સી.ડી.એસ. આહવા ધટકને પ્રાપ્ત થનારા નવા મકાનને કારણે પાયાકિય સુવિધા ઉપલબ્ધ થશે તેમ પણ જણાવ્યું હતું.
રાજ્ય સરકાર સ્વાસ્થ્ય અને સ્વચ્છતા બાબતે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી રહી છે ત્યારે, આપણે આપણા બાળકો, કુટુંબીજનો સાથે માતાઓ પણ સ્વયં તંદુરસ્ત રહેવાનો સંકલ્પ લે તે જરૂરી છે તેમ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું. પંરપરાગત તમાશા (ભવાઇ) સહિતના ટ્રેડિશનલ મીડિયા ઉપરાંત પિ્રન્ટ અને ઇલે.મીડિયા તથા સોશ્યલ મીડિયાના હકારાત્મક ઉપયોગથી પણ સ્વસ્થ ડાંગનો સંદેશો છેવાડાના લોકો સુધી પહોંચે, અને તેઓ પોષણ પ્રત્યે જાગૃત થાય તેવી પણ શ્રી વઢવાણિયાએ આ વેળા હિમાયત કરી હતી. માતા મૃત્યુ, અને બાળ મૃત્યુ દર ધટાડવામાં સૌ સાથે મળીને સહિયારો પ્રયાસો કરીએ એમ પણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ આ વેળા જણાવ્યું હતું.
રાષ્ટ્રીય પોષણ અભિયાનનો હાર્દ સ્પષ્ટ કરતા ગાંધીનગરથી પધારેલા મહિલા અને બાળકલ્યાણ વિભાગના નાયબ નિયામક શ્રી એ.ડી.પટેલે પોષણ માસ ફક્ત મહિના પૂરતો જ સીમિત ન રહે, અને વર્ષભર સતત જનજાગૃતિ કાર્યક્રમો ચાલુ રહે તેવા રાજ્ય સરકારના પ્રયાસો છે તેમ જણાવ્યું હતું. શ્રી પટેલે અભિયાન દરમિયાન હાથ ધરાનારા કાર્યક્રમો, યોજનાઓના અમલીકરણ બાબતે પણ વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.
આહવાના ડાંગ દરબાર હોલ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય પોષણ માસના કાર્યક્રમ દરમિયાન આંગણવાડીની બહેનો દ્વારા પોષણ ગરબો રજુ કરાયો હતો. આ ઉપરાંત અહીં જુદા જુદા આંગણવાડી કેન્દ્રો દ્વારા વિવિધ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન પણ રજુ કરાયુ હતું. દરમિયાન આયોજિત વાનગી સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પારિતોષિકો પણ એનાયત કરાયા હતા. કાર્યક્રમ પૂર્વે આહવાની સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાની સામે રૂા.ર૮ લાખ, ૫૫ હજાર, ૩૩૨ના ખર્ચે પાયાકિય સુવિધાઓ સાથે તૈયાર થનારા આઇ.સી.ડી.એસ. આહવા ધટકના મકાનનું ભૂમિપૂજન પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નરેશ ગવળી, ડાંગ જિલ્લા પંચાયતની આઇ.સી.ડી.એસ. સમિતિના અધ્યક્ષા સુમતીબેન, જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર શ્રી ગિરીશ પટેલ, પંચાયતના ઇજનેરો, સુબિર ધટના સી.ડી.પી.ઓ.શ્રી ડૉ.દિલીપ શર્મા, આઇ.સી.ડી.એસ.ના કર્મયોગીઓ, આરોગ્ય વિભાગના કર્મયોગીઓ, આંગણવાડી કાર્યકરો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે આહવા ધટકના સી.ડી.પી.ઓ. શ્રીમતી મધુબેને મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે અંતે આભારવિધી વધઇના સી.ડી.પી.ઓ. શ્રીમતી નિરંજનાબેને આટોપી હતી. ઉદ્ધોષક તરીકે આરોગ્યકર્મી શ્રી રમેશભાઇ પટેલે સેવા આપી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



