૩૧મી ઓકટોબર સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ અવસરે નર્મદા ડેમ ખાતે સ્ટચ્યુ ઓફ યુનિટિનું દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાપર્ણ કરાશે તે સંદર્ભે સરદાર વલ્લભભાઇ પટેલના જીવન પરથી બોધપાઠ લેવાના ભાગરૂપે દેશમાં એકતા અને અખંડિતતા જળવાય, ભારતીય હોવાની લાગણી પેદા થાય તેવા શુભ સંદેશો સાથેની એકતાયાત્રા આગામી ઓકટોબર માસમાં યોજાશે. આ યાત્રાના આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર શ્રી સી.આર.ખરસાણની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક મળી હતી.
કલેકટરશ્રી ખરસાણે જણાવ્યું હતુ કે, વલસાડ જિલ્લામાં ૨૪૦ ગામોમાં એકતાયાત્રા પરિભ્રમણ કરશે. આ યાત્રા બે તબકકામાં યોજાશે. પહેલા તબકકામાં તા.૨૦/૧૦/૨૦૧૮થી ૨૯/૧૦/૨૦૧૮ દરમિયાન ૧૨૦ ગામો અને બીજા તબકકામાં ૧૨/૧૧/૨૦૧૮ થી ૨૧/૧૧/૨૦૧૮ દરમિયાન ૧૨૦ ગામોમાં યોજાશે.
આ એકતાયાત્રાના સુચારૂ આયોજન માટે જિલ્લાકક્ષાએ નોડલ અધિકારી, તાલુકા નોડલ અધિકારી તથા ગ્રામ્યકક્ષાએ નોડલ અધિકારીઓની નિમણૂ઼ંક કરાશે. આ યાત્રા દરમિયાન આરોગ્ય, ખેતી, મહિલા બાળ કલ્યાણ જેવા વિવિધ વિભાગો દ્વારા યોજનાકીય જાણકારી પણ આપવામાં આવશે.
એકતાયાત્રાનું દરેક ગામો સ્વાગત થાય લોકોને જાણકારી મળી રહે તે માટે ટૂંકી ફિલ્મ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ ઉપરાંત ધોરણ ૯ થી ૧૨ અને કોલેજકક્ષાએ વિવિધ સ્પર્ધાઓ પણ યોજાશે અને વિજેતા ઉમેદવારોને ઇનામો આપવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગોહિલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુનિલ જોષી, નિવાસી અધિક કલેકટર શ્રી કમલેશ બોર્ડર સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



