વાલિયા તાલુકાના કોંઢ ગામની હદમાં આવેલા બકરા ઉછેર કેન્દ્રમાંથી દીપડી પાંજરે પુરાતાં ગ્રામજનોએ હાશકારો અનુભવી રહ્યા છે.

વાલિયા તાલુકાના વટારીયા કોંઢ અને આજુબાજુના ગામોમાં દીપડો દેખાતા ગ્રામજનો ભયભીત બન્યા હતાં. ત્યારે બે દિવસ કોંઢ ગામની હદમાં આવેલ બકરા ઉછેર કેન્દ્રમાં દીપડાએ બકરાનો શિકાર કરતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જાવા પામ્યો હતો.આ અંગે કર્મચારીઓએ નેત્રંગ વન વિભાગની ટીમને જાણ કરતાં વન વિભાગ દવરા બનાવની ગંભીરતા જાણી તાત્કાલિક એક ટીમ સ્થળ પર પહોંચી મારણ સાથે પાંજરુ મુકવામાં આવ્યું હતું.

જયારે આજ રોજ વહેલી સવારે શિકાર કરવા આવેલ અઢી વર્ષની દીપડી પાંજરે પુરાઈ ગઈ હતી.પાંજરે પુરાયેલ દીપડીને જોવા આજુબાજુના ગામના લોકોના ટોળે ડોળા ઉમટી આવ્યા હતાં. બકરા ઉછેર કેન્દ્રના કર્મચારીઓ અને લોકોએ હાશકારો અનુભવી રહ્યા છે.ત્યારે વન વિભાગ દ્રારા ઝડપાયેલા દીપડીને જંગલ વિસ્તારમાં છોડી મુકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા.
મો:-9904733000જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





