ભારત સરકારના નીતિ આયોગ દ્વારા દેશના ૧૧૭ જિલ્લાઓને મહત્વકાંક્ષી જિલ્લા (એસ્પીરેશનલ ડીસ્ટ્રીક્ટ) તરીકે અલગ તારવવામાં આવ્યા છે.
જે પૈકી ગુજરાતના પણ બે જિલ્લાઓ નર્મદા અને દાહોદનો પણ આ કેટેગરીમાં સમાવેશ કરાયો છે. ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ નીતિ આયોગના માપદંડ, નિર્દેશાંકો અનુસાર રાજ્યના તમામે તમામ ૩૩ જિલ્લાઓને રેન્ક આપવાનું નિયત કરાતા, ડાંગ જિલ્લો પણ રાજ્યમાં તેની ઉત્કૃષ્ટ કામગીરીને સથવારે ટોપ રેન્કિંગમાં આવે તે આપણી સૌની સહિયારી જવાબદારી છે, તેમ ડાંગ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું.
નીતિ આયોગ દ્વારા સંબંધિત જિલ્લાઓમાં વિશેષ કરીને આરોગ્ય અને પોષણ, શિક્ષણ, કૃષિ અને જળ સંશાધનોનો વિકાસ, કૌશલ્ય વિકાસ, ફાયનાન્સિયલ ઇન્ક્લ્યુઝન, અને માળખાકિય સુવિધાઓ જેવા મુદૃે જિલ્લામાં હાથ ધરાતા કાર્યોનું મોનિટરિંગ કરીને તેના નિર્દેશાંકો નિયત કરવામાં આવ્યા છે. જેમાં ડાંગ જિલ્લાના સંબંધિત વિભાગો દ્વારા થયેલી કામગીરીની ઑનલાઇન ડેટા એન્ટ્રી કરવી આવશ્યક છે તેમ જણાવતા શ્રી વઢવાણિયાએ, જુદા જુદા ૮૧ જેટલા ઇન્ડીકેટર્સની વિસ્તૃત સમજ આપી હતી.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આ ઇન્ડીકેટર્સ અનુસાર તમામે તમામ જિલ્લાઓના રેન્ક નિયત કરવામાં આવનાર છે, ત્યારે ડાંગ જિલ્લામાં થઇ રહેલી ઉત્કૃષ્ટ કામગીરીને કારણે, છેવાડાનો ડાંગ જિલ્લો પણ ટોપ રેન્કિંગમાં સ્થાન મેળવશે તેવો આશાવાદ શ્રી વઢવાણિયાએ વ્યક્ત કર્યો હતો.
જિલ્લા આયોજન મંડળના નીતિ આયોગની કામગીરી સંભાળતા અધિકારી શ્રી સતિષ સૈદાણે તથા જિલ્લા પંચાયતના આંકડા અધિકારી શ્રી યોગેશ પટેલે સંયુક્ત રીતે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા, સંબંધિત વિભાગોના સમાવિષ્ટ મુદૃાઓની છણાવટ કરી હતી.
બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડામોર સહિત અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેધા મહેતા સહિત કાર્યપાલક ઇજનેર શ્રી ગિરીશ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી સુનિલ પટેલ, જિલ્લા રોજગાર અધિકારી શ્રી વિનોદ ભોયે, પશુપાલન શાખાના ડૉ.ભરતભાઇ, શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના પ્રતિનિધિ શ્રી વિપૂલ પરદેશી, શિક્ષણ શાખાના પ્રતિનિધિ શ્રી પ્રભાકર સિંગ, સહકારના શ્રી ધીરજ બાગુલ, લીડ બેંક મેનેજર શ્રી રાજેન્દ્ર પટેલ સહિતના અધિકારીઓ, કર્મચારીઓએ ઉપસ્થિત રહી મહત્વકાંક્ષી જિલ્લાની થીમ અંગે વિસ્તૃત સમજ મેળવી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



