રાજય વ્યાપી સેવા સેતુ કાર્યક્રમના ચોથા તબક્કાના ભાગરૂપે ખેડા જિલ્લાના મહુધા, મહેમદાવાદ, ગળતેશ્વર અને કપડવંજ તાલુકામાં આજ રોજ યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ૨૫ ગામોના ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મહેમદાવાદ વિસ્તારના ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણે મહેમદાવાદ તાલુકાના મોદજ, સોજાલી, ઘોડાલી, દાજીપુરા અને જાલમપુરા સહિત કુલ પાંચ ગામોનો સેવા સેતુ કેમ્પ પ્રાથમિક શાળા, સોજાલી ખાતે ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે, રાજય સરકાર દરેક નાગરિકોને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ઘર આંગણે આવી છે ત્યારે દરેક નાગરિકે નિયમોનુસાર જરૂરી દસ્તાવેજો રજૂ કરી તેઓને જરૂરીયાત મુજબના સરકારી સેવાઓનો મહત્તમ લાભ લેવો જોઇએ. તેઓશ્રીના હસ્તે ઉજ્જવલા યોજના અન્વયે બહેનોને ગેસ કીટ, વિધવા સહાયના પ્રમાણપત્રો તથા અન્ય મહાનુભાવોના હસ્તે વિવિધ સરકારી સહાયના લાભો એનાયત કરવામાં આવ્યા હતા.
આ સાથે જિલ્લાના મહુધા તાલુકાના રૂપપુરા, બલોલ, મીરઝાપુર, ડડુસર, નાનીખડોલ, કૈયજ અને મોટી ખડોલ સહિત સાત ગામો, ગળતેશ્વર તાલુકાના સોનીપુર, સાંગોલ, મેનપુરા, પડાલ, ટીંબાનામુવાડા, રસુલપુર (પડાલ) સહિત છ ગામો અને કપડવંજ તાલુકાના નિરમાલી, બાવાનો મઠ, ડાંડીયાપુર, લાલપુર, નિરમાલી, કોટવાલના મુવાડા, આંબવેલ, સહિત સાત ગામો ખાતે સેવા સેતુ કેમ્પ યોજાયો હતો. જેમાં વ્યક્તિલક્ષી યોજનાઓના સ્થળ ઉપર ઉકેલ કરવામાં આવ્યો હતો તેમ જિલ્લા પ્રશાસન દ્ધારા જણાવવામાં આવ્યું હતું.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


