એર એશિયા શરૂ કરશે નવી ફ્લાઇટ, અમદાવાદ-બેંગલુરૂ વચ્ચે શરૂ થશે

0
11

અમદાવાદ,તા.૧૦
વિમાન કંપની એર એશિયા (AIR ASIA) અમદાવાદ-બેંગલુરૂ વચ્ચે ફ્લાઇટ શરૂ કરશે. સાથે જ એર લાઇન મહિનાના અંતમાં અમદાવાદને દિલ્હી, ગોવા અને હૈદરાબાદ જેવા અન્ય મુખ્ય શહેરો સાથે જોડવા ફ્લાઇટ શરૂ કરશે. કંપનીના એક અધિકારીએ આ જાણકારી આપી હતી.
એર એશિયા ઇન્ડિયા ૨૨ નવેમ્બરે અમદાવાદ-બેંગલુરૂ વચ્ચે આ સેવા શરૂ કરશે. એરલાઇનના મુખ્ય પરિચાલન અધિકારી સંજય કુમારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું, ‘અમે જલ્દી અમદાવાદ-દિલ્હી વચ્ચે વિમાન સેવા શરૂ કરીશું. જેમાં ફ્લાઇટની સંખ્યા રોજની ત્રણ હશે. સાથે જ અમે અમદાવાદ- બેંગલુરૂ વચ્ચે રોજની ફ્લાઇટ સેવા ૨ વખત આપીશું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY