મિઝો નેશનલ ફ્રન્ટના નેતા આજે મંત્રીપદના શપથ ગ્રહણ કરશે
આઈઝોલ,તા.૧૪
મિઝો નેશનલ ફ્રન્ટના નેતા શનિવારે મંત્રી પદના શપથ ગ્રહણ કરશે. મિઝોરમમાં એવું પ્રથમ વખત હશે જ્યારે ઇસાઇ રીતિ-રિવાજા સાથે કોઈ સરકારના મંત્રી શપથ લેશે. બાઈબલના પદો સાથે આ અવસર પર હેન્ડલના પ્રખ્યાત ‘હેલલુજાહ કોરસ’ જેવા ધાર્મિક સ્તોત્રો પણ ગાવામાં આવશે. નવનિર્વાચિત એમ.એન.એફ. ધારાસભ્ય લાલરુÂત્કમાએ જણાવ્યું કે મિઝોરમમાં આ પ્રકારનો સમારોહ પ્રથમ વાર થશે. બાઇબલના પદ વાંચ્યા પછી રાષ્ટÙગાન ગાવામાં આવશે.
બે વખતના મુખ્યમંત્રી અને એમએનએફના વડા જારામથંગા પોતાના સાથીઓ સાથે શનિવારે બપોરે રાજભવનમાં શપથ લેશે. ચર્ચ સાથેના ખૂબ નજીકના સંબંધો માટે એમએનએફ જાણીતા હોય છે. લાલ થાન્હાવલા સરકારે રાજ્યમાં દારૂના નિર્માણ અને આઇએમએફએલની પ્રતિબંધિત વેચાણની મંજૂરી આપી હતી, જ્યારે એમએનએફે હંમેશાં દારૂના પૂર્ણ પ્રતિબંધ પર સમર્થન આપ્યું છે.
નોંધનીય છે કે મંગળવારે ઘોષિત થયેલા વિધાનસભા ચૂંટણીઓના પરિણામોમાં કોંગ્રેસે પાંચ બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં તેણે ૩૪ બેઠકો જીતી હતી. રાજ્યમાં કોંગ્રેસ આ વખતે ત્રીજા સ્થાન પર છે. એમએનએફને ૨૬ બેઠકો મળી છે અને જારામ પીપલ્સ મૂવમેન્ટ (જેડીપીએમ)ને ૮ બેઠકો મળી છે. ભાજપ પણ ૮ ટકા મત મેળવી એક બેઠક સાથે રાજ્યમાં પોતાના ખાતું ખોલ્યું છે. ભાજપને બાંગ્લાદેશની સરહદ સાથે જાડાયેલા અલ્પસંખ્યક ચકમા બહુલ વિસ્તારમાં એક ચૂંટણી ક્ષેત્રથી જીત મળી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



