વિપક્ષ માટે દેશની સુરક્ષા કરતા વોટ બેન્ક વધારે મહત્વ ધરાવે છે : શાહ

0
33

અલીપુરદ્વાર,તા.૨૯
પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારમાં એક ચૂંટણી જનસભામાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, વિપક્ષ માટે દેશ મહત્વપૂર્ણ નથી. તેમના માટે આતંકવાદનો સફાયો મહત્વનો નથી, દેશની સુરક્ષા મહત્વની નથી તેમના માટે તો માત્ર વોટ બેન્ક મહત્વપૂર્ણ છે.
તેમણે બંગાળની મમતા બેનરજી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, બંગાળમાં વિધવા પેન્શન જાઇએ, ખેડૂતને ક્રેડિટ કાર્ડ જાઇએ કે પછી અનાજની ખરીદી કરવી હોય તમામ માટે ટોલ ટેક્સ આપવો પડે છે. ટોલ ટેક્સ પ્રથાથી બંગાળની પ્રજા ત્રાહિમામ છે. દીદીએ બંગાળની સંસ્કૃતિ, સભ્યતાને જડમૂળથી ઉખેડવાના કામ કર્યા છે.
તેમણે જણાવ્યું હતું ક, મમતા દીદીને લાગે છે કે તેઓ ઘૂષણખોરોથી ચૂંટણી જીતી જશે તો અમે એનઆરસી લાવીશું અને એક એક ઘૂષણખોરોને બહાર કાઢીશું. કોંગ્રેસે બંગાળના વિકાસ માટે મમતા દીદીને પાંચ વર્ષમાં એક લાખ ૨૫ હજાર કરોડ આપ્યા હતા, નરેન્દ્ર મોદી સરકારે આ પાંચ વર્ષમાં તેમને ચાર લાખ ચાર હજાર ૯૦૦ કરોડ આપ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY