ન્યુ દિલ્હી,તા.૨૯
યમુના એક્સપ્રેસવે પર શુક્રવાર સવારે આગ્રાથી નોઇડા તરફ જઇ રહેલી એક ડબલ ડેકર બસ સડક પર ઊભી રહેલી ટ્રક સાથે અથડાઇ ગઇ. આ દુર્ઘટનામાં ૮ જણાના મૃત્યુ નીપજ્યાં જ્યારે ૩૦ જેટલા લોકો ઇજાગ્રસ્ત હોવાના સમાચાર છે.
આ અકસ્માત કરોલી ગામ પાસે સર્જાયો. સવારે લગભગ પાંચ વાગ્યે આ ભયંકર એકિસડન્ટ થયો. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યાં અને માર્યા ગયેલાઓના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યાં.
અકસ્માત કયા સંજાગોમાં સર્જાયો એ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે યમુના એક્સપ્રેસવે પર અવારનવાર ગમખ્વાર અકસ્માતો સર્જાતા હોવાની ખબરો આવતી રહે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



