જો મોદીજી ચોકીદાર છે તો બિહારની જનતા થાનેદાર છે : તેજસ્વી યાદવ

0
44

સમસ્તીપુર,તા.૨૬
રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારનાં પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવે કહ્યું છેકે, દેશને એવા પ્રધાનમંત્રી જાઈએ છે, જે શોષિતો અને ગરીબોની વાત કરે. તેમણે કહ્યું હતુકે, દેશને અમીરોની ચોકીદારી કરતાં પ્રધાનમંત્રીની જરૂર નથી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિ તીમાં સમસ્તીપુરમાં ચૂંટણી સભાને સંબોધતા તેજસ્વીએ કહ્યું હતુકે, મોદીના બધા જ દાવા અને વાયદા જુઠ્ઠા છે. તેમણે પ્રધાનમંત્રી પર નિશાન સાધતા કહ્યું હતુ કે, તેઓ ખોટુ બોલવાની ફેક્ટ્રી, મેન્યુફેક્ચરર, હોલસેલર અને રિટેલર પણ છે. જો મોદીજી ચોકીદાર છે, તો બિહારની જનતા થાનેદાર છે. અને આ થાનેદાર તમને છોડશે નહી.
બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વીએ ૨૦૧૪ના ‘હર હર મોદી, ઘર ઘર મોદી’ના નારાને યાદ કરતા કહ્યું હતુકે, અમે લોકો તો ત્યારે પણ કહેતા હતાકે, આ બડબડ મોદી અને ગડબડ મોદી છે. અને આજે એ વાત સાબિત થઈ ગઈ છે. વિરોધીઓ ફક્ત મોદીની જ વાતો કરે છે. જ્યારે મહાગઠબંધન મોદીની નહી, પરંતુ મુદ્દાઓની વાત કરે છે. અમે દેશ, સમાજ, ભાઈચારા અને રોજગારની વાતો કરીએ છીએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY