લીંબડીના રહેવાસી અને રા.સ્વ.સંઘના વરિષ્ઠ સ્વયંસેવક મહેન્દ્રભાઈ દવેનું ૯૦ વર્ષની જૈફ વયે અવસાન

0
282

લીંબડીના રહેવાસી અને  રા.સ્વ.સંઘના વરિષ્ઠ  સ્વયંસેવક મહેન્દ્રભાઈ અમૃતલાલ દવેનું ૯૦ વર્ષની જૈફ વયે અવસાન
અને જનસંઘના પૂર્વ જિલ્લા મંત્રી મા.મહેન્દ્રભાઈ અમૃતલાલ દવેનું ૯૦ વર્ષની જૈફ વયે તારીખ:૮-૩-૧૯ ને શુક્રવારના રોજ વહેલી પરોઢે દુઃખદ અવસાન થતા ઘેરાશોકની લાગણી પ્રસરી છે.

સ્વ.શ્રી મહેન્દ્રભાઈ ૧૯૪૨ આર.એસ.એસ.માં  જોડાયા બાદ ૧૯૪૪-૪૫-૪૬ માં પ્રથમ,દ્વિતિય અને તૃતિયવર્ષ એમ સળંગ સંઘશિક્ષા વર્ગ કર્યા હતા.

ત્યારબાબાદ ૧૯૫૧ થી ૧૯૫૬ સુધી મુખ્ય શિક્ષક,વિસ્તારક વિગેરે જવાબદારીઓ સંભાળ્યા બાદ
ભારતીય જનસંઘમાં જોડાયા
જનસંઘના સમયે ૧૯૬૦ માં જુનાગઢ ખાતે ઐતિહાસિક શિબિરમાં ભાગ લીધો હતો.તેમજ કચ્છ સત્યાગ્રહ જેવા આંદોલનો માં સક્રિય ભાગ લીધો હતો.
ઝાલાવાડના મુખ્ય શહેરમાં જનજાગૃતિ અર્થે જુસ્સાદાર જાહેર સભાઓ કરતા જે આજે પણ એક સંભારણું બની ગયું છે.

ક્રાંતિવીર સરદારસિંહ રાણા,શામજી કૃષ્ણ વર્મા,વિગેરે ક્રાંતિવીરોના વિષયો પર માધ્યમિક તેમજ કોલેજિયનના અનેક વિદ્યાર્થીઓ ને જીવંતપર્યંત
વીર રસભરી કથાઓ કરી હતી.

૧૯૪૨ માં લીંબડી ખાતે  ચાલતી વ્યાયામ શાળાનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં પરિવર્તન થયું તે સમયના શ્રી દિલાવરસિંજી રાણા, શ્રી નટવરસિંહ વાઘેલા, વૈદ્ય રાજ સરદારસિંહ રાઓલ,શ્રી ભુપેન્દ્રભાઇ દવે,શ્રી સૂર્યકાન્ત આચાર્ય  શ્રી મહાશંકરભાઇ દવે, અને શ્રી મહેન્દ્રભાઈ સહિત અનેકો ના પ્રયાસ થી લીંબડીની શાખા વટ વૃક્ષ બની.
૧૯૪૮ માં ગાંધીહત્યા પછી સંઘપર લાગેલા પ્રતિબંધમાં પણ જેલવાસ ભોગવ્યો હતો.
સંઘ,જનસંઘ અને ભાજપના કાર્ય દરમ્યાન શ્રી મહેન્દ્રભાઈ શ્રી અટલજી,શ્રી દીનદયાલજી , શ્રી સુંદરસિંહ ભંડારી, શ્રીઅડવાણીજી સહિત સંઘના વરિષ્ઠ પ્રચારકોના સંપર્કમાં આવ્યા હતા.

ગુજરાતમાં “સમસ્ત બ્રહ્મસમાજ” સંગઠનના પ્રણેતા અને પ્રથમ અધ્યક્ષ પણ હતા.

રિપોર્ટર :  દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY