નર્મદા જિલ્લાના સેલંબામાં પંચાયત વિભાગની મંજૂરી વિના થતું બાંધકામ અટકાવવા કલેકટરને રજુઆત

0
214

પંચાયત વિભાગે બાંધકામ અટકાવવા આદેશ કર્યો હોવા છતાં પણ બાંધકામ ન અટકાવ્યું,જમીનનો હેતુફેર કરાવ્યા વિના બાંધકામ કરાતું હોવાનો આક્ષેપ

સેલંબામાં વડીલો પાર્જીત જમીનમાં બહેનને વારસા અધિકારથી વંચિત રાખી દત્તક ભાઈએ જમીનનો દસ્તાવેજ કરી દીધો:બહેને આક્ષેપ સાથે ન્યાય માટે જિલ્લા વહીવટીતંત્રને રજુઆત કરી 

અગાઉ આ મામલે નર્મદા કલેકટર,ડીડીઓ,ટીડીઓ અને સાગબારા પ્રાંત અધિકારીને રજુઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવ્યું હોવાની રજુઆત,તો ક્યાં સરકારી અધિકારીની મીઠી રેહમો નજર હેઠળ આ બાંધકામ ચાલી રહ્યું છે?

રાજપીપળા :નર્મદા જિલ્લાના સેલંબામા વડીલો પાર્જીત જમીનમાં વારસા અધિકારથી વંચિત રાખી દત્તક ભાઈએ જમીનનો દસ્તાવેજ કરી દીધો હોવાનો આક્ષેપ બહેને જ લગાવ્યો છે.અગાઉ આ મામલે નર્મદા કલેકટર,ડીડીઓ,ટીડીઓ અને સાગબારા પ્રાંત અધિકારીને રજુઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવ્યું હોવાના આક્ષેપ સાથે ન્યાય મેળવવા બહેને નર્મદા જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી છે.

સાગબારા તાલુકાના સેલંબા ગામની લીંબીબેન મરાઠેએ પોતાની રજુઆતમાં જણાવ્યું છે કે પોતે સીટી સર્વે નંબર 662 અને 663 વાળી કુલ 196.205 ચો.મી વાળી રહેણાંકના ઘર નં. 5/148 ના સીધી લિટીના વારસદાર છે.તેમ છતાં પોતાને વારસા અધિકારથી વંચિત રાખી પોતાના કેહવાતા દત્તક ભાઈ શંકર જગાભાઈ મરાઠેએ અદુલરઉફ અબ્દુલ રહિમને આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો છે.આ દસ્તાવેજ રદ્દ કરવા મામલે સાગબારા કોર્ટમાં દાવો દાખલ કર્યો છે.આ વિવાદિત જમીનમાં અગાઉ પંચાયત દ્વારા બાંધકામ અંગે મંજૂરી આપી હતી પરંતુ બાદમાં 25/1/19 ના રોજ આ પરવાનગી રદ્દ કરી બાંધકામ તાત્કાલિક બંધ કરવા પંચાયતે લેખિતમાં આદેશ પણ કર્યો હતો.ઉપરાંત આ મિલકત ખરીદનારે આજ દિન સુધી જમીન હેતુફેરની પરવાનગી લીધી નથી.આ બિનઅધિકૃત બાંધકામ અટકાવવા અગાઉ 24/1/19ના રોજ જિલ્લા કલેકટર,ડીડીઓ,સાગબારા ટીડીઓ,સાગબારા પ્રાંત અધિકારી,સાગબારા મામલતદાર,તલાટી કમ મંત્રીને લેખિતમાં રજુઆત કરી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી.તો આ ગેરકાયદેસર બાંધકામ અટકાવી અને તોડી પાડવા વિનંતી છે.

■શુ કોઈ અધિકારીની મીઠી નજર હેઠળ આ બાંધકામ ચાલી રહ્યું છે?

◆એક લાચાર મહિલાએ આ બાંધકામ અટકાવવા અગાઉ નર્મદા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરી હતી તેમ છતાં આ બાંધકામ અટક્યું નથી,પંચાયત વિભાગે પણ મંજૂરી રદ્દ કરી છે તો શું જિલ્લાના કોઈ ઉચ્ચ અધિકારીની મીઠી નજર હેઠળ આ બાંધકામ ચાલી રહ્યું છે કે પછી રાજકીય સંડોવણી હશે.અગાઉની જેમ આ વખતની રજુઆત બાદ શુ આ મામલે તપાસ થશે કે પછી આંખ આડા કાન કરાશે.?

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY