અમરેલી,તા.૬
જાણીતા ગાયિકા અને અમરેલીના વતની યોગીતા પટેલના આગામી સમયમાં રીલીઝ થનારા આલ્બમના ગીત અંગે વિવાદ સર્જાતા અનેક લોકોએ ફોન, મેસેજ અને સોશ્યલ મીડિયામાં ધમકી અને અભદ્ર શબ્દોનો અનેક લોકો દ્વારા પ્રયોગ કરાતાં ગાયિકાએ એસપીને લેખિત ફરિયાદ આપી છે. જાણીતા ગાયિકાએ ‘કૃષ્ણે રાધાને પ્રપોઝ કરી’ શબ્દપ્રયોગથી લોકોની લાગણી દુભાઈ છે. જેના કારણે લોકોએ તેમના વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી.
લોકગાયિકા યોગીતા પટેલે અમરેલીના એસપીને આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં તેમનો નવા ગીતનો આલ્બમ પ્રસિધ્ધ થવાનો છે. આ આલ્બમનું એક ગીત કૃષ્ણે રાધાને પ્રયોગ કરી તેવા શબ્દો સાથે પોસ્ટ મુકાયા બાદ વિવાદ સર્જાયો હતો.
લોકો દ્વારા તેમના મોબાઈલ નંબરમા ફોન અને એસએમએસપી-સોશ્યલ મીડિયામા સહિતના સ્થળોએ આ ગીતનો આલ્બમ બહાર ન પાડવા ધમકીઓ આપી હતી અને ૯ વ્યકિતઓએ મોબાઈલ કરીને અપશબ્દો સાથે જોઈ લેવાની અને પતાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે ગાયિકા યોગીતા પટેલના પતિ રોહિતભાઈએ કહ્યું કે ગીતના જે શબ્દો સામે લોકોને સમસ્યા છે તેને ગીતમાંથી દૂર કરી દેવામા આવશે. આ આલ્બમ હજુ રીલીઝ થયો નથી. પણ આગામી દિવસોમા બહાર પડશે અને હાલ તો માત્ર તેની કડી જ જાહેર કરાઈ હતી. આ ગીત આધૂનિક ઢબે નવી પેઢી માટે લખાયેલું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


