બોટાદ,તા.૮
બોટાદના ઢસામાં આવેલા ગુરૂકુળના સ્વામી અક્ષરપ્રકાશ દાસજી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. હુમલો થતો તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેથી તેમને તાત્કાલિક સ્વામીને ભાવનગર ખાતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ગુરુકુળમાં ગત મોડી રાત્રે એકથી વધુ ચોર ગુરૂકુળમાં ઘૂસ્યા હતા.
આ ઘટનામાં સ્વામિનારાયણ ગુરૂકુળમાં ચોરીના ઇરાદે ઘૂસેલા આરોપીઓએ સ્વામી અક્ષરપ્રકાશ દાસજી પર તીક્ષ્ણ હથિયારોના ૫ ઘા ઉપરા છાપરી ઝીંકી હુમલા કર્યો હતો. અથડામણ દરમિયાન આરોપીઓએ સ્વામીને તીક્ષ્ણ હથિયારના પાંચ ઘા ઝીંકી દીધા હતા જેના પગલે સ્વામી લોહી લુહાણ થઈ ગયા હતા. આ ઘટનાના પગલે એસ.પી. અને ડી.વાય.એસ. પી સહીતનો પોલીસ કાફલો ગુરૂકુળ ખાતે પહોંચી ગયો હતો.
ઘટનાને પગલે સ્વામીને ૧૦૮ને જાણ કરી સ્વામી અક્ષરપ્રકાશને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ બોટાદ જિલ્લા પોલીસ વડા સહીતનો કાફલો ડોગ સ્ક્વાડ અને એફ.એસ. એલ સાથે ગુરૂકુળ ખાતે આવી પહોંચ્યો હતો અને બનાવની તપાસ હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



