અમરનાથ યાત્રાના બધા રૂટ ઉપર અર્ધલશ્કરી દળના જવાનો રહેશે

0
89

નવીદિલ્હી, તા.૨૬
શ્રદ્ધાળુઓમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી છે તે વાર્ષિક અમરનાથ યાત્રાને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ વખતે અમરનાથ યાત્રા દરમિયાન અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી રહી છે. સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામન, સેનાના વડા બિપીન રાવત સહિતના તમામ લોકો યાત્રીઓની સુરક્ષાને લઇને ખુબ જ ગંભીર દેખાઈ રહ્યા છે. અમરનાથ યાત્રા દરમિયાન કોઇપણ બનાવ ન બને તે માટે પુરતા પગલા લેવામાં આવી રહ્યા છે. આ વખતે યાત્રાના રુટ ઉપર અર્ધલશ્કરી દળોની ૨૦૧૩થી વધુ વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવનાર છે. યાત્રાની શરૂઆત પહેલા જ સુરક્ષા પાસાઓ ઉપર જાણકારી મેળવવા નિર્મલા સીતારામન પહોંચ્યા હતા. તેઓએ શ્રીનગરમાં ચીનાર કોર્પ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ તેઓ અમરનાથ યાત્રા બેઝકેમ્પ સોનમર્ગ ખાતે પહોંચ્યા હતા. યાત્રાના રુટ પર હવાઈ નિરીક્ષણ કર્યું હતું. દક્ષિણ કાશ્મીરમાં પહેલગામ પણ યાત્રાના બેઝકેમ્પ તરીકે છે. ગયા સપ્તાહમાં પીડીપી સરકારને ભાજપે ટેકો પાછો ખેંચી લીધા બાદ નિર્મલા સીતારામનની ખીણની આ પ્રથમ મુલાકાત હતી. ચીનાર ખાતે યોજાયેલી બેઠકમાં નોર્થન આર્મી કમાન્ડર લેફ્ટી જનરલ રણબીરસિંહ, ચીનાર કોર્પ કમાન્ડર લેફ્ટી જનરલ એકે ભટ્ટ પણ ઉપÂસ્થત રહ્યા હતા. તમામ સુરક્ષા પાસાઓની ચકાસણી કરવામાં આવી હતી. આ વખતે અમરનાથ યાત્રા દરમિાયન કોઇ પણ બનાવ ન બની શકે તે માટે પુરતા પગલા લેવામાં આવી રહ્યા છે. અર્ધલશ્કરી દળોની ૨૦૧૩ વધારાની કંપનીઓ ગોઠવી દેવામાં આવી છે. જમ્મુથી યાત્રા માર્ગના બે રુટ ઉપર સુરક્ષા મજબૂત રાખવામાં આવશે. આ બે બેઝકેમ્પમાં સોનમર્ગના બલતાલ કેમ્પ અને પહેલગામમાં નુનવાન બેઝ કેમ્પનો સમાવેશ થાય છે. સરકારે એનએસજી સહિત ખાસ કમાન્ડો પણ પહેલાથી જ ગોઠવી દીધા છે.
અમરનાથ યાત્રીઓની સંખ્યામાં પહેલાની સરખામણીમાં વધારો થાય તે માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ગંભીરરીતે ધ્યાન આપી રહ્યા છે. બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહેલાથી જ નોંધણી કરાવી ચુક્યા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY