નેતાની સાઇકલ રેલીમાંથી એમ્બ્યુલન્સ નીકળી ન શકતા નવજાત બાળકીનું થયું મોત

0
11

રોહતક,તા.૨૩
હરિયાણા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અશોક તંવરની સાઈકલ રેલીમાં એમ્બ્યુલન્સ ફસાવવાને કારણે એક નવજાત બાળકીનું કથિતપણે મોત નીપજ્યું હતું. આ મામલાએ હવે રાજકીય રંગ પકડયો છે. ભાજપે કોંગ્રેસના નેતા અશોક તંવર પર સંવેદના ગુમાવવાનો આરોપ લગાવ્યો છે.આના સંદર્ભે હરિયાણા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અશોક તંવરે સ્પષ્ટીકરણ આપતા કહ્યું છે કે તેમની રેલીમાં એમ્બ્યુલન્સના અટવવાને કારણે નવજાત બાળકીનું મોત નીપજ્યું નથી. હરિયાણાની ભાજપ સરકારે બાળકીના મોતની ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
હરિયાણાના આરોગ્ય પ્રધાન અનિવ વિજે કહ્યું છે કે મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે રોહતકના એસપીને આખી ઘટનાની તપાસ કરવા માટે નિર્દેશ આપ્યા છે. તેમણે આરોગ્ય વિભાગના મહાનિદેશકને જણાવ્યું છે કે પ્રાથમિક તપાસ બાદ તેઓ તેનો અહેવાલ આપશે. તેઓ આ મામલામાં કડક કાર્યવાહી કરશે અને એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે. કોંગ્રેસના નેતા તંવરે કહ્યું છે કે તેમને દુખ છે કે બાળકીનું મોત નીપજ્યું છે. તેઓ આના પર રાજકારણ કરવા ચાહતા નથી.
જા એફઆઈઆર નોંધવામાં આવે. તો બેદરકારીના આરોપમાં હોસ્પિટલ સામે એફઆઈઆર નોંધવી જાઈએ. અશોક તંવરે જીવ ગુમાવનારી બાળકીના પિતાનો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોની સાથે તંવરે લખ્યું છે કે આ એક દુખી પિતાનો વીડિયો છે.
જે સ્પષ્ટપણે જણાવે છે કે બાળકીના મોત માટે હોસ્પિટલ, ડોક્ટર, ઓક્સિજન નહીં હોવાની બાબત અને મેડિકલ સ્ટાફની એમ્બ્યુલન્સ જવાબદાર છે. મીડિયા લોકશાહીનો એક સ્તંભ છે. તેમણે રિપો‹ટગ કરતા પહેલા તથ્યોની જાણકારી મેળવવી જાઈતી હતી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY