ન્યુ દિલ્હી,તા.૨૩
કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને બિહાર કોંગ્રેસ સેક્રેટરી અને પાર્ટીના કો-ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને કોંગ્રેસે મોટી જવાબદારી સોંપતા બિહાર કોંગ્રેસના સેક્રેટરી અને પાર્ટીના કો-ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. અલ્પેશ ઠાકોરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે ખૂબ મોટી ભૂમિકા ભજવી હતી.
ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસ સંગઠનમાં ઘણાં પદો પર ફેરફાર કર્યા છે. આ અગાઉ કોંગ્રેસના સિનિયર નેતા અને સાંસદ અહમદ પટેલને પાર્ટીના ખજાનચીની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારબાદ હવે કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને પણ મોટી જવાબદારી સોંપી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





