સાયલા તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓનું આવેદન

0
269

મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓ સરકાર પાસે વારંવાર રજૂઆત કરવા છતા કોઇ પણ પગલા લેવામા નથી આવતા.
મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ દ્વારા સાયલા રેફરલ હોસ્પિટલ થી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી, મામલતદારને આવેદન આપી રજુઆત કરી હતી.
મધ્યાહન ભોજન યોજનાઓ આજે 34 વર્ષ થી ચાલુ થઈ છે. તેમા આજ દિન સુધી કર્મચારીઓ ને સાવ નજીવા માનદ વેતન થી કામ કરી રહયા છે.
સરકાર દ્વારા કામગીરી મા નવા નવા નિયમો લાવે છે જે કામગીરી કરવામા આવી રહી છે તેના પ્રમાણે માનદ વેતન મળતુ નથી.
હાલમા 8 કલાકની કામગીરી કરવામા આવે છે. જેની સામે માત્ર 1600 રૂ! માસીક સંચાલક ને મળે છે.
આ વાતને સરકાર દ્વારા ધ્યાને ન લેવાતા આજ રોજ સાયલા તાલુકાના મધ્યાહન ભોજન યોજના ના કર્મચારીઓ દ્વારા રેલી યોજી હતી.

રેલી કાઢવાનો મુખ્ય ઉદ્દેશો મા
* હાલ ની મોંઘવારીને ધ્યાને લઈ અને કામ ના કલાકો તથા કામગીરીને ધ્યાને લઈ વેતન આપવુ.

* નવા મેનુ મુજબ નાસ્તા માટે અનાજ, તેલ, અને વધારાની પેશગી આપો.

* એન. જી. ઓ. પ્રથા બંધ કરવી
વગેરે અન્ય મુદ્દાઓ ની માંગણી કરી હતી.

રીપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી. મો. 98255 91366

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY