ભાવનગર નગરપાલિકામાં કરાર આધારિત કામ કરતા એન્જીનીયર હાર્દીક પટેલે મકાનના પ્લાન પાસ કરવા લાંચ માંગતા જાગૃત નાગરિકે એસીબીને જાણ કરી
ભાવનગર નગરપાલિકામાં કરાર આધારિત એન્જીનીયર તરીકે કામ કરતા હાર્દિક પટેલે એ એક જાગૃત નાગરિક કે જે વલ્લભીપુરમા શીવાલય બીલ્ડર્સની પેઢી થી મકાનો/દુકાનોનુ બાંધકામ કરતા હોય અને શીવાલય બંગ્લોઝ નામની સ્કીમમા ૫૦ બંગ્લાનું બાંધ કામ ચાલુ હોય જે મકાનના બાંધકામના પ્લાન મંજુર કરવા એક મકાનના પ્લાનના સરકારી ફી મુજબ રૂ.૪૦૦ થી ૫૦૦ થાય છે પરંતુ આરોપીએ ફરીયાદી પાસે એક મકાનનો પ્લાન પાસ કરવાના રૂ.૭૫૦૦/- લેખે કુલ રૂ.૩,૭૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ જે રકઝક ના અંતે રૂ.૨,૯૦,૦૦૦/- આપવાના નક્કી થયેલ જે પૈકી રૂ.૨,૨૫,૦૦૦/- બે હપ્તે આપી દીધેલ હોય અને બાકીના રૂ.૫૦,૦૦૦/- મકાન પ્લાન પાસ કરવાના તથા રૂ.૧૫,૦૦૦/- દુકાનોના પ્લાન પાસ કરાવાના મળી કુલ રૂ.૬૫,૦૦૦/- ની લાંચની માંગણી કરતા જે ફરીયાદીશ્રી લાંચના રૂ.૬૫,૦૦૦/- આપવા માગતા ન હોય જેથી આ કામના ફરીયાદીશ્રીએ એ.સી.બી.પો.સ્ટે. ભાવનગરનો સંપર્ક કરતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા આરોપી લાંચની રકમ સ્વીકારી પકડાઈ જતા ટ્રેપ કરનાર અધિકારી ભાવનગર એસીબી પીઆઇ ઝેડ. જી.ચૌહાણ એ તેની સામે કાયદેસર કાર્યવાહી કરતા અન્ય લાંચીયોમાં ફફડાટ ફેલાયો હતો ત્યારે આ ટ્રેપમાં એસીબી ભાવનગરની ટીમના રાજેન્દ્રસિંહ રાણા, દિવ્યરાજસિંહ ગોહિલ, મહિપતસિંહ ગોહિલ, માલાભાઈ ભરવાડ, ડી.કે બારૈયા, કમલેશભાઈ વાઘેલા સહિતના સ્ટાફે પીઆઇ ઝેડ. જી.ચૌહાણ સાથે સફળ ઓપરેશન પાર પડ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




