ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ની તા.21 અને 22 ની હળતાળ દરમ્યાન લીંબડી ડેપો ખાતે અટવાયેલા બહારના વિભાગમાંથી આવેલ ડ્રાઇવર કન્ડક્ટર ભાઈઓ ને મોટા મંદિર લીંબડી અને કબીર આશ્રમ લીંબડી ના સહયોગથી બે ટાઇમ ભોજન ની વ્યવસ્થા કરી આપેલ તે ખુબ બિરદાવવા યોગ્ય છે. આ ૠણ માથી મુકત તો ન થઈ શકાય પણ થોડાં હળવા થઇ શકાય તે માટે લીંબડી ડેપો ના તમામ કર્મચારીઓના સહયોગથી ફુલ નહી તો ફુલ ની પાંખડી રૂપે રુપિયા 11111/- પુરા મોટા મંદિર ના મહંત શ્રી ની હાજરી મા અને રૂપિયા 11111/-પુરા કબીર આશ્રમના મહંત શ્રી ની હાજરી મા અર્પણ કરવામાં આવે છે
તેમજ બંને મહંતશ્રીઓને રુપિયા 500 – 500 ધરેલ છે. અને ત્રણેય સંગઠનોના પ્રતિનિધિ , સંકલન સમિતિ, લીંબડી ડેપો ના તમામ કર્મચારીઓ વતી આભાર વ્યક્ત કરેલ છે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




